*નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા હતા જેને લઈને માં અંબા ના મંદિરમા અનેરો ભક્તિમય માહોલ સર્જાયો હતો લાંબી લાંબી કતારોમાં આ માઈ ભક્તો નવરાત્રી ના પ્રથમ દિવસે મા અંબા ની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળતા હતા ત્યારે મા અંબાના દર્શન કર્યા બાદ માય ભક્તો બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે માતાજીનો જયગોષ બોલાવી ધન્યતા અનુભવી હતી
આજે ચૈત્રી નવરાત્રી ના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભટ્ટ જી મહારાજ દ્વારા ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજી મંદિરના વહીવટદાર હાજર રહ્યા હતા.. આ ઘટ સ્થાપન ને જોવા માટે ભક્તો શિસ્ત બદ્ધ કતારમાં ઊભા રહીને આ અલૌકિક પળ ના સાક્ષી બન્યા હતા અને આ રીતે ભડજી મહારાજ દ્વારા અંબાજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવત રીતે ઘટ સ્થાપન કરીને ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ કર્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


