*અંબાજીના મૈત્રી અંબે સોસાયટીમાં નાના બાળકો પણ રંગાયા ભગવાનના રંગમાં*
અંબાજી ખાતે આર.એસ.એસ ની સવારની કેશવ શાખામાં હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૮૦ અને ચૈત્રી નવરાત્રી ના શુભારંભ થતા સૌ સ્વયંસેવકોએ નવા વર્ષની ઉજવણી કરી સૌને શુભેચ્છાઓ પાઠવી વર્ષ તથા અંબાજી મૈત્રી અંબે સોસાયટીમાં નાના બાળકોએ હિંદુ નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૮૦ શરૂઆત થતા રંગાયા ભગવાનના રંગમાં અને નાના બાળકોએ કેસરિયો હાથે ધારણ કરી સોસાયટીની પરિક્રમા કરતા ચૈત્રી નવરાત્રી ની શુભારંભ માં નવા વર્ષની ઉજવણી કરવામાં કરાઈ.
# *વિક્રમ સંવતની શરૂઆત કેવી રીતે થઈ* #
એક સમયે ઉજ્જયિની (હાલના ઉજ્જૈન) પર રાજા વિક્રમાદિત્યનું શાસન હતું. તેમનું શાસન દૂર દૂર સુધી ફેલાયેલું હતું. તેમણે દેશમાંથી ઘણા વિદેશી આક્રમણકારોને ભગાડ્યા અને હિંદુ ધર્મનો પ્રચાર કર્યો. રાજા વિક્રમાદિત્યએ વિક્રમ સંવતની શરૂઆત કરી હતી જ્યોતિષીય ગણતરીઓ કહે છે કે વિક્રમ સંવત ૨૦૮૦ વર્ષ પહેલાં શરૂ થયું હતું, જે અંગ્રેજી વર્ષ કરતાં ૫૭ વર્ષ આગળ છે કારણ કે અંગ્રેજી કેલેન્ડરનું હાલ ૨૦૨૩ વર્ષ જ ચાલી રહ્યું છે.
# *શ્રીરામ અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો* #
ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ સાથે જોડાયેલી અન્ય ઘણી વિશેષ બાબતોનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જે મુજબ ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક પણ આ જ તિથિએ થયો હતો. બીજી તરફ, ધર્મરાજ યુધિષ્ઠિર પણ આ દિવસે રાજા બન્યા હતા અને તેમણે જ આ તારીખથી યુગબદ (યુધિષ્ઠિર સંવત)ની શરૂઆત કરી હતી. આર્ય સમાજની સ્થાપના પણ મહર્ષિ દયાનંદ દ્વારા આ દિવસે કરવામાં આવી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


