Gujarat

કઠલાલ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

મકસુદ કારીગર,કઠલાલ

કઠલાલ સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલના જન્મદિવસ નિમિત્તે ચેટીચાંદ પર્વની ઉજવણી. ચેટીચાંદ એટલે ભગવાન ઝૂલેલાલ નો જન્મદિવસ ત્યારે કઠલાલ નગર માં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ની ઊજવણી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.

સમસ્ત કઠલાલ બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરાંત કઠલાલ ના સમસ્ત સમાજ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું.જ્યારે ભગવાન ઝુલેલાલની શોભાયાત્રા કઠલાલ નગરના સતી પીપળી ખાતેથી નીકળી સમગ્ર ગામમાં ફરી હતી. સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલ ના ૧૦૭૩માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

IMG_20230323_191213.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *