પાવીજેતપુર તાલુકાના સિથોલ એસએસસીના કેન્દ્રમાં પરીક્ષાના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓને કંકુ,તિલક લગાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવવા માં આવી હતી. છેલ્લા દિવસે પરીક્ષા આપી બહાર નીકળેલા એસએસસીના વિદ્યાર્થીઓ હાશકારો અનુભવ્યો હતો.
પાવીજેતપુર તાલુકાના સિથોલ એસએસસી કેન્દ્રના સંચાલક શાહિદભાઈ એ. શેખના જણાવ્યા મુજબ એસ.એસ.સી બોર્ડની પરીક્ષા નું ૨૮ માર્ચ છેલ્લો દિવસ હોય, આ દિવસે હિન્દી તેમજ સંસ્કૃતના વિષય નું પેપર હતું. આ દિવસે શિથોલ એસએસસીના કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા આવેલા ૩૧૪ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાના છેલ્લા દિવસે મુખ્ય દરવાજા ઉપર સુપરવાઇઝર નો સ્ટાફ સંચાલક સહિત ઉપસ્થિત રહી બાળકોને કંકુ તિલક લગાવી મોઢું મીઠું કરાવી પૂર્ણ થતી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. એસએસસીના વિદ્યાર્થીઓ છેલ્લું પેપર આજે આપી પરીક્ષા કેન્દ્ર થી બહાર નીકળી હાસકારો અનુભવ્યો હતો.
આમ, પાવીજેતપુર તાલુકાના સીથોલ એસએસસીના કેન્દ્ર ઉપર છેલ્લું પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓને કંકુ તિલક લગાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ છેલ્લું પેપર આપી કેન્દ્ર બહાર નીકળીને હાશકારો અનુભવ્યો હતો.
ફોટોલાઈન :- પાવીજેતપુર તાલુકાના સિથોલ એસએસસીના કેન્દ્રમાં પરીક્ષાના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓને કંકુ,તિલક લગાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવવા માં આવી હતી જે તસવીરમાં નજરે પડે છે.
પાવીજેતપુર તાલુકાના સિથોલ કેન્દ્રમાંથી છેલ્લું પેપર આપી બહાર નીકળી ખુશખુશાલ નજરે પડતા બાળકો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


