જૂનાગઢની ૩૦ વર્ષીય માનસિક અસ્વસ્થ મહીલા રાત્રીના સમયે અમદાવાદ જતી એસ ટી બસમાં બેસી જતા કંડકટરે સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇનો સંપર્ક કર્યો હતો.
જૂનાગઢ સીટીમાં કાર્યરત 181 મહીલા હેલ્પ લાઈન માં એક કોલ આવેલ હતો જે એસ ટી બસના કર્મચારી એ કોલ કરેલ કે અમદાવાદ જતી એસ ટી બસમાં એક મહિલા બેસી ગયેલા હોય જે માનસિક અસ્વસ્થ જણાય આવે છે અને ઘણું સમજાવવા છતાં બસ માંથી ઉતરતા નથી, જેથી સમજાવવા માટે જણાવ્યુ હતુ.૧૮૧ મહીલા હેલ્પલાઇનમાં કોલ મળતા તુરંત ગંભીરતા સમજીને ૧૮૧ મહીલા હેલ્પ લાઇન ટીમના ફરજ પરના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ કિરણબાળા ગોંડલિયા તથા પાઇલોટ રાહુલભાઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને મળેલ. અમદાવાદ જતી બસમાં બેસી ગયેલા મહીલા રાજકોટ જવાની જીદ કરતા હોય પરંતુ તેમનું માનસિક સ્વાસ્થય સારું જણાતું ન હોય જેથી કાઉન્સેલિંગ કરી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમજ તેમને બસ માંથી નીચે ઉતારેલ અને તેમના પરિવારની વિગત મેળવી જેમાં મહીલા જૂનાગઢ શહેરની રહેવાસી હોવાનું જણાવેલ અને મહીલાને તેમના ઘરે લઈ જઈ તેમના માતા પિતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મહીલાની છેલ્લા 2 વર્ષથી માનસિક સ્થિતિ ખરાબ હોય અને અવારનવાર ઘરેથી જાણ કર્યાં વગર નીકળી પણ જતા હોય છે. જેથી તેમના માતા પિતાને મહીલાની યોગ્ય સારવાર કરાવવા વિશે અને મેન્ટલ હેલ્થ કાઉન્સેલીંગ વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે મહિલાનું પરીવાર સાથે મિલન થતા પરિવારે 181 મહીલા હેલ્પલાઈન ટીમનો આભાર વ્યક્ત કરી 181 મહિલા હેલ્પલાઇન અભિયમની કામગીરીને પણ બિરદાવી હતી.


