Gujarat

૩૦ વર્ષીય  માનસિક અસ્વસ્થ  મહિલા  રાત્રીના  અમદાવાદ જતી એસ ટી બસમાં બેસી જતા કંડકટરે સમજાવવા માટે  ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી

જૂનાગઢ શહેરમાં  કાર્યરત ૧૮૧ મહીલા હેલ્પ લાઈનને જે એસટી બસ ના કર્મચારી એ કોલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ જતી એસટી બસમાં એક માનસિક  અસ્વસ્થ  મહિલા  બેસી ગયેલા હોય જે સમજાવવા છતાં બસ માંથી ઉતરતા ન હતા. જેથી કંડકટરે તુરંત ૧૮૧  મહીલા હેલ્પ લાઇન ટીમ ના ફરજ પરના કાઉન્સેલર  અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ  કિરણ બેન ગોંડલિયા તથા પાઇલોટ રાહુલ ભાઈ સહિતની ટીમ સ્થળ પર   પહોંચી   મહિલાને મળ્યા હતા. અમદાવાદ જતી બસ માં બેસી ગયેલા હોય અને  રાજકોટ જવાની જીદ કરતા હોય પરંતુ તેમનું માનસિક સ્વાસ્થય સારું જણાતું ન હોય જેથી કાઉન્સેલિંગ કરી  સમજાવવાનો  પ્રયત્ન કરાયો હતો.  અને  તેમને બસમાંથી નીચે ઉતારેલ હતા. અને તેમના  પરિવારની વિગત મેળવી જેમાં મહીલા જૂનાગઢ શહેરમાં રહેતા હોવાનું જણાય આવતા મહીલા ને તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા.  તેમના માતા પિતા ને  મળી અને વધારે વિગત મળેલ કે મહીલા ની ૨ વર્ષ થી માનસિક સ્થિતિ ખરાબ હોય અને અવારનવાર ઘરેથી નીકળી જતા હોય . જેથી  તેમના માતા પિતા ને  મહિલાની સારવાર કરાવવા વિશે અને મેન્ટલ હેલ્થ કાઉન્સેલીંગ વિશે માહિતી આપેલ  જેથી પરિવારે ૧૮૧ મહીલા હેલ્પ લાઈન ટીમ નો આભાર વ્યક્ત કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *