Gujarat

માંગરોળ ના શાપુર ગામે જમીન બાબતે કોળી પરિવાર ઉપર તેમની નજીક રહેતા મુસ્લિમ પરીવાર દ્વારા ધમકી માર મારતા સમસ્ત શાપુર ગામ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવા મા આવ્યુ તેમજ તેમની નકલો ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી છે,,

જુનાગઢ જિલ્લા ના માંગરોળ ના શાપુર ગામમાં કોળી પરિવારના એક પરીવાર ઉપર મુસ્લિમ પરિવારના પાડૉસમા વાડી ધરાવતા ઑએ જમીન બાબતે નો ઝગડા બાબતે હુમલો કરેલ. જેની ગઈ કાલે માંગરોળ પોલીસમા સામસામે ફરિયાદ પણ થઈ હતી તે બાબતે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાબીરા બેન ઇમરાન ભાઈ લુણીયા રે, સાપુર વાળાએ તેમજ પુનાબેન બચુભાઈ રામભાઈ કરગઠીયા રે, શાપુર વાળાએ પણ ફરિયાદ નોંધાવી છે બંને ના ગુન્હા નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ હરેશ ડોડિયા ચલાવે છે ત્યારે આજે શાપુર ગામ સમસ્ત બહોળી સંખ્યામા લોકો આગેવાનો સહીત કોળી સમાજ ના આગેવાનો તેમજ ભાજપ તાલુકા પ્રમુખ દાનભાઈ બાલસ, મહામંત્રી દાનાભાઈ ખાંભલા, રામજીભાઈ ચુડાસમા શીલ આગેવાન, કડવાભાઇ કરગઠીયા સહીતના આગેવાનો મામલતદાર કચેરી એકઠા થઈ ફરિયાદી મુસ્લિમ પરિવાર વિરુધ્ધ માં મામલતદાર સાહેબ તેમજ માંગરોળ ડી વાય એસ પી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ તૅમજ‌ બનાવની‌‍ ઉગ્ર ‌રજુઆત કરાઈ
આવેદન મા જણાવ્યા અનુસાર શાપુર ગામે કોલોની વિસ્તાર શેરીયાજ રોડ ઉપર વિધવા મુઘીબેન રામાભાઈ કરગઠીયા તેમના દિકરા બચુભાઈ તેમના પરીવાર સાથે રહેછે જે પરીવાર ને આ મુસ્લિમ પરીવાર દ્વારા ઘણા દિવસોથી માર તેમજ ધાક ધમકી થી તેમના વાડા ની દિવાલ તોડી બીવડાવી જમીન પચાવવા પ્રયત્ન કરે છે અગાઉ તા.૫/૧૦/૨૦૨૧ તેમના વાળા દીવાલ તોડી કોળીની દિકરી ઉપર હુમલો થયો હોય તે બાબત પોલીસ મા ફરીયાદ પણ કરેલ હોય.પણ આ મુસ્લીમ પરિવાર એ તેમના આગેવાનો દ્વારા પોલીસ ઉપર દબાણ કરી ગરીબ પરિવાર ઉપર ચોર કોટવાળ ને દંડે તેમ સામે ફરિયાદી ઉપર ફરિયાદ લેવડાવી ત્યારબાદ સતત ભય ના વાતાવરણ માં જીવતા આ પરિવાર ઉપર ગઈ કાલે દસ બાર વ્યક્તિ ઓએ ફરીને જીવલેણ હુમલો કરી રીપેર કરેલ દીવાલ તોડી દીકરી ઓ તેમજ બચુભાઇ આવતા બચુભાઇ ને પણ મારી નાખવા કોશિશ કરવા જતાં દોડી ભાગી જતા ત્યાંથી નીકળતા લોકો આવી જતા મામલો થાળે પડેલ તેમજ ૧૦૮ ને ફોન કરી હોસ્પિટલ સારવાર અર્થે ગયેલ જેની મુસ્લિમ પરિવાર લોકો એ પણ પોતાને મારપીટ  પણ કરી તેવો દેખાવ કરી દવાખાને દાખલ થઈ છેડતી મારપીટ ની ખોટી ફરિયાદ કરી કાયદાનો પણ ડર બેસાડવા કોશિશ કરેલ જે તદ્દન વાહિયાત હોય ગરીબ પરિવાર નિસહાય જોતા તેમજ અહીંયા આ લોકોનું પ્રભુત્વ જોતા ગામને પણ ભયના વાતવરણ થી સરકાર માં આવેદન પત્ર આપી આ કોળી પરિવાર ને રક્ષણ આપવા તેમજ ગુન્હો કરી સામેની ખોટી ફરિયાદ યોગ્ય તપાસ કરી રદ કરવા અને તેમજ છાસ વારે આવા બનાવ બનતા કે જે લોકો ફરિયાદ પણ કરી ના શકતા આવા તત્વો ની સામે ડર ને સમાવવા તેમજ આ ગરીબ પરિવાર ની અક્ષરશઃ ફરિયાદ લેવા આજે ગામ આખું સાગમટે આ આવેદન પત્ર આપી સખત શબ્દોમાં વખોડી રજુઆત કરી હતી જેબાબતે ફરિયાદ કરેલ આ બાબતે શાપુર શેરીયાજ ગામના લોકો એ વિશાળ સંખ્યામાં એકઠા થઇ મામલતદારશ્રી તેમજ ડી.વાય.એસ.પી ને આવેદનપત્ર પાઠવી ગરીબ પરિવારને રક્ષણ આપી ન્યાય અપાવવા માંગણી કરી છે,,

20211012_153623.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *