Gujarat

સુરેન્દ્રનગર ના નારિચાણા ગામે પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ વિવિધ પ્રકારના તરબૂચ અને ટેટી નું સફળ વાવેતર કર્યું….

(ખેડૂત દ્વારા ચાલુ સીઝનમાં માત્ર 35 વીઘામાં 20 લાખ રૂપિયાની કમાણી કરી)
(હાલ રમઝાન મહિનાને લઈ બજારો માં તરબૂચ અને ટેટી ની માંગ માં વધારો)
ધ્રાંગધ્રા :
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજના ખેડૂતોને પ્રગતિશીલ બનાવવા માટે ખેતી લક્ષી વિવિધ યોજનાઓ ની જાહેરાતો તેમજ શિબિરો અને સહાય સહિતના પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા ના નરીચાણા ગમે પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ પરંપરાગત વાવેતર ના બદલે તરબૂચ અને ટેટી ની વિવિધ પ્રકારની વેરાયટીઓ નું સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. તરબૂચ અને ટેટીના વાવેતર થી ખેડૂતને આર્થિક ફાયદો થાય છે સાથે સાથે બીજો મુખ્ય ફાયદો એ પણ થાય છે કે તરબૂચ ના વાવેતર માં વધુ રાહ જોવી પડતી નથી અને માત્ર ૮૦ થી ૯૦ દિવસમાં જ પાક તૈયાર પણ થઇ જાય છે અને સારા ભાવે વેચાય છે ,પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કપાસ, બાજરી, જીરૂ,તલ અને ઘઉં જેવાં પાકોનું જ વાવેતર કરવામાં આવતું હતુ પરંતુ સરકાર દ્વારા શિબિરો,સેમિનાર સહિત જાગૃતિ આવતા હવે જિલ્લામાં અનેક ખેડૂતો રોકડીયા વાવેતર તરફ વળ્યા છે અને અનેક ખેડૂતો વિવિધ પ્રકારના રોકડીયા પાકનું સફળ વાવેતર કરી સારી કમાણી પણ કરી રહ્યાં છે. નારીચાણા ગામના ખેડૂતો જણાવે છે કે અન્ય પાકની સરખામણીમાં 5 ગણી આવક ઉભી થઇ છે અને એ પણ વાડીએ આવી ને તરબૂચ લઇ જવા માટે વેપારીઓની લાઈન લાગી છે ત્યારે નારીચાણા ના જયદીપસિંહ રાઠોડ,સહદેવસિંહ ,તેમજ અંબારામભાઈ પટેલ સહિતના પાંચેક પ્રગતિશીલ ખેડૂતમિત્રોએ તરબૂચનું અને સાકરટેટીની ત્રણેક વર્ષો થી વાવતા રહ્યા છે ત્યારે આ વખતે પ્રથમ વખત તરબૂચ તેમજ સાકરટેટીની વિવિધ 8 થી 10 આરોહી,બોબી, શ્રીજી, મૃદુલા, કાવેરી રાજા,મિસરી,ગુરુ, આર.એસ.915, નરગીસ , બાહુબલી, કિરણ,રેહન,અનમોલ વગેરે વિવિધ જાતો નું સફળતા પૂર્વક વાવેતર કર્યું છે. તેઓ મિનિમમ કેમિકલ કે દવાઓ નો ઉપયોગ કરી ગુડફાર્મિંગ પધ્ધતિથી ખેતી કરે છે અગાઉ આ ખેડૂતોએ તરબૂચ અને ટેટીનું વાવેતર કરવાનો પ્રયોગ કર્યો હતો. જેમાં સફળતા મળતા ધીરે ધીરે તેમણે વાવેતરમાં વધારો કર્યો અને આ વર્ષે આ મિત્રો નું ગ્રુપ પોત પોતાની જમીનમાં તરબૂચ અને ટેટી ની વિવિધ જાતો નું  ગુડફાર્મિંગ પદ્ધતિ થી 12 થી 13 એકર માં વાવેતર સફળતા પૂર્વક કર્યું છે. તેમજ પ્રતિ વિધે આ વર્ષે એક લાખ રૂપિયાની આવક મળતી હોવાનું તેમજ આ તરબૂચ અને ટેટીનું ફળ ની અલગ અલગ જાતો હોવાનું અને રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ તેમજ ધાંગધ્રા સહિતની બજારોમાં સારી એવી કિંમતે વેચાતુ હોવાથી તેમજ ખાસ કરીને હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો હોવાથી વિશેષ માંગ હોવા થી ખેડૂતોને કમાણી પણ સારી થાય છે સાથે સાથે માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં જ પાક તૈયાર થઇ જતો હોવાથી પરંપરાગત પાકના બદલે તરબૂચનું સફળ વાવેતર કરી નારીચાણા ગામમાં જ અન્ય મિત્ર ખેડૂતોને આ વર્ષે વાવેતર માટે તૈયાર કરેલા તેઓને પણ પાકમાં સફળતા અને સારો એવો ભાવ  મળી રહ્યોછે ત્યારે જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પરંપરાગત ખેતી છોડીને રોકડિયા પાક તરફ વળવા માટે પ્રેરણા પુરી પાડી છે.

IMG-20230327-WA0286.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *