(ડબલ ઋતુનાં લીધે ઉતારો ઓછો એમાં ય કમોસમી વરસાદનાં પ્રથમ તબક્કે જ ખેડૂતના હાલ બેહાલ બન્યા હતા)
ધ્રાંગધ્રા :
હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર તા. ૨૯ થી ૩૧ માર્ચ ૨૦૨૩ દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં છુટા છવાયા વિસ્તારમાં ગાજવીજ અને ચક્રવાતી પવન સાથે હળવો થી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
આ સમયે ખેડૂતોએ ઉભા પાકમાં વરસાદની આગાહી સમય સુધી પિયત પાણી આપવાનું મુલત્વી રાખવું, તૈયાર ખેતપેદાશ અને પશુઓને સલામત જગ્યાએ રાખવા અને ખેતરમાં પડેલ પાકને પ્લાસ્ટિક તાલપત્રીથી ઢાંકી દેવો, ઉભા પાકમાં કોઇપણ પ્રકારની દવાઓ તેમજ ખાતરોનો છંટકાવ કરવો નહિ, ખેત પેદાશ વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં લઇ જવી નહિ, મરઘા ઘરમાં વરસાદનું પાણી પડે નહિ તેની તકેદારી રાખવી, જે વિસ્તારમાં અગાઉ કમોસમી વરસાદ થયેલ હોય ત્યાં શિયાળુ-ઉનાળુ પાકોમાં, શાકભાજી પાકોમાં અને આંબાવાડીયામાં ફૂગ જન્ય રોગનો ઉપદ્રવ થાય નહિ તે માટે કાર્બેન્ડાઝીમ દવા ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


