Gujarat

બોડેલી ના તાંદલજા પાસે  હાઇવા ટ્રક અને બોરવેલની ગાડી વચ્ચે ગંભીર અકસ્માત હાઇવા ટ્રક રોડની બેરીકેડ તોડી નીચે સુધી ઉતરી ગઇ  હાઇવા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત

બોડેલી થી સાત કિલોમીટર દૂર તાંદલજા પાસે નસવાડી દેવલીયા હાઇવે રોડ પર થયો અકસ્માત
લોખંડની બેરીકેટ તોડીને ટ્રક નીચે જતી આશરે 50 મીટર નીચે ઉતરી ગઈ
બોરવેલ ની ગાડી ની બોરની પાઈપો રસ્તા પર વેરવિખેર હાલતમાં જોવા મળી
નસવાડીથી બોડેલી તરફ આવતી એક ટ્રકના ચાલકે બોડેલીના તાંદલજા ગામ પાસે વળાંક ઉપર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બોર વેલની ગાડી સાથે ટ્રક ટકરાઈ ગઈ હતી. જે રોડની રેલિંગ તોડી ખાડામાં પડી હતી. જેમાં વાહનચાલકનું મોત નિપજ્યું હતું. આ અંગે બોડેલી પોલીસને જાણ થતાં ઘટનસ્થળે પહોંચી હતી. અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બોડેલીના તાંદલજા હાઇવે ના વળાંક પર શ્રીરામ બોરવેલ ની ગાડી અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં ટ્રક ડ્રાઇવર નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230404-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *