Gujarat

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માણાવદર તાલુકાનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ એપ્રિલે યોજાશે

મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માણાવદર તાલુકામાટે તા.૨૬/૦૪/૨૦૨૩ના સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરીમાણાવદર ખાતે યોજાનાર કાર્યક્રમ માટે માણાવદર તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં તાલુકા મામલતદાર કચેરી માણાવદર ને પહોંચાડી આપવા સંબંધકર્તા લોકોને જણાવવામાં કરવામાં આવે છે.

મહેસુલ વિભાગ ને લગતા પ્રશ્નો મામલતદાર કચેરી, માણાવદર ખાતે તારીખ ૧૦/૪/૨૦૨૩ સુધીમાં જ રજૂ કરવાના રહેશે. તારીખ ૧૦/૪/૨૦૨૩ બાદ આ કચેરીમાં રજૂ થયેલ પ્રશ્નો એપ્રિલ ૨૦૨૩ ના કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે નહીં. અને આ તારીખ વીત્યા પછીની કે  અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાના પ્રશ્નો હોય તેવી અરજી પર કોઈ  કાર્યવાહી થઈ શકશે નહીં. આ કાર્યક્રમ અંતર્ગત નીતિવિષયક પ્રશ્નો, સરકારી કર્મચારીઓના સેવા વિષયક  પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી/ ખાતાનો એક પણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન અને અગાઉ રજૂ થયેલ પ્રશ્નો નવા પ્રશ્ન તરીકે લેવામાં આવશે નહીં. જેની દરેક અરજદાર હોય એ ખાસ નોંધ લેવી

માત્ર મહેસુલ ખાતાના પ્રશ્નો રૂબરૂ /ટપાલ મારફત કે રજીસ્ટર એડીથી મામલતદાર કચેરી, માણાવદર ખાતે સ્વીકારવામાં આવશે અન્ય ખાતાના પ્રશ્નો સીધા જ અરજદારોએ જે તે ખાતાને મોકલવાના રહેશે.તેમ માણાવદર તાલુકા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *