Maharashtra

ડિલીવરી બાદ બગડી અરમાન મલિકની પત્નીની તબિયત, પાયલ મલિકે કહ્યુ, ‘અમારુ બેબી આપી દો’

મુંબઈ
ફેમસ યુટ્યુબર અરમાન મલિકની ખુશી હાલ સાતમાં આકાશે છે. તેની બીજી પત્ની કૃતિકા મલિકે હાલમાં જ એક દીકરાને જન્મ આપ્યો છે. જેનો વીડિચો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જાેકે, તેમાં દીકરાનું મોઢું જાેવા નથી મળી રહ્યુ. વળી, હવે ડિલીવરી બાદ કૃતિકા મલિકની હેલ્થને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. હકીકતમાં, કૃતિકા મલિકે સી સેક્શન દ્વારા દીકરાને જન્મ આપ્યો છે. જેના કારણે તેના પેટમાં ઘણા ટાંકા આવ્યા છે. વળી, પોતાના લેટેસ્ટ બ્લોગમાં અરમાન મલિકે કૃતિકાની હેલ્થ અપડેટ આપી છે. તેણે જણાવ્યું કે, ‘ડિલીવરી બાદ કૃતિકાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. કારણકે તેને થોડી ખાંસી તઈ ગઈ છે જેના કારણે તેને ટાંકામાં દુખાવો થઈ રહ્યો છે. પરંતુ, તેમાં ગભરાવા જેવી કોઈ વાત નથી. કારણકે, કૃતિકાની માતા અને ડૉક્ટર તેનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે.’ બીજી તરફ, અન્ય એક વ્લોગમાં પત્ની પાયલ મલિક કૃતિકાને મળવા હોસ્પિટલ પહોંચે છે. પાયલ હોસ્પિટલ પહોંચીને કૃતિકાને મળે છે. ત્યારબાદ તેણી વારંવાર બેબીને મળવાની જીદ્દ પણ કરે છે. પાયલનું કહેવું છે કે ડૉક્ટર્સ તેમને બેબી નથી આપી રહ્યા. વ્લોગમાં તેણી વારંવાર કહેતી જાેવા મળે છે કે તેને પોતાના બેબીને ઘરે લઈ જવું છે. જાેકે, ડૉક્ટર્સ તેને આ માટે ના કહી દે છે. પાયલ સવાલ કરે છે કે, ‘જાે બેબી એકદમ ઠીક છે તો તેને કેમ નથી લઈ જવા દેતા? આટલું મોડુ કેમ કરી રહ્યા છો? ચિરાયુને તો તરત આપી દીધો હતો.’ જણાવી દઈએ કે, કૃતિકા અરમાન મલિકની બીજી પત્ની છે. જેને પહેલી બે વાર મિસકેરેજનું દુઃખ સહન કરવું પડ્યુ હતું. હવે કૃતિકાએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. આ જ કારણે મલિક પરિવારમાં ખુશીઓને લહેર છવાઈ ગઈ છે. વળી, અરમાનની પહેલી પત્ની પાયલ મલિક પણ હાલ પ્રેગ્નેન્ટ ચે. જે જુડવા બાળકોને જન્મ આપવાની છે. પાયલનો પણ આઠમો મહિનો ચાલી રહ્યો છે. તેથી, તેની ડિલીવરીમાં હજુ સમય છે. જાેકે, પાયલ પહેલા પણ એક દીકરાની માતા છે. જેનું નામ ચિરાયુ મલિક છે. ચિરાયુ પણ યુટ્યૂબ પર ખૂબ જ ફેમસ છે. વળી, અરમાને જ્યારથી આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફેન્સ તેને સતત શુભકામના પાઠવી રહ્યા છે. સાથે જ ઘણા લોકો ગિફ્ટ અને મીઠાઈ લઈને હોસ્પિટલની બહાર પણ પહોંચી ગયા છે. જેથી અરમાને લોકોને અપીલ કરી છે કે, આવું જરાય ના કરશો તેનાથી હોસ્પિટલનું વાતાવરણ બગડી રહ્યુ છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *