નવીદિલ્હી
ક્રિકેટમાં ઝડપી કે આક્રમક બેટ્સમેનની વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનું નામ સૌથી પહેલાં આવે છે. ્૨૦માં તેના રેકોર્ડ સામે કોઈ ટકી શકતું નથી. તેણે ્૨૦ ક્રિકેટમાં ૨૨ સદી ફટકારી છે. આ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. અન્ય કોઈ ખેલાડી ૧૦ સદી સુધી પણ પહોંચી શક્યો નથી. ૪૩ વર્ષીય ક્રિસ ગેલે ૪૬૩ મેચમાં ૧૪૫૬૨ રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. ૨૨ સદી ઉપરાંત તેણે ૮૮ અડધી સદી પણ ફટકારી છે. ૧૭૫ અણનમ શ્રેષ્ઠ પ્રદર્શન છે. ટી૨૦ ઈતિહાસની આ સૌથી મોટી ઈનિંગ્સ પણ છે. તેનો સ્ટ્રાઈક રેટ ૧૪૫ છે. પરંતુ ૈંઁન્ ૨૦૨૩માં આવનાર યુવા બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝનો સ્ટ્રાઈક રેટ ગેઈલ કરતા સારો છે. અફઘાનિસ્તાનના ૨૧ વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝનો ્૨૦ સ્ટ્રાઈક રેટ ૧૫૦ છે. એટલે કે સ્ટ્રાઈક રેટના મામલે તે ગેઈલ કરતા વધુ ખતરનાક છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ગુરબાજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૪૪ બોલમાં ૫૭ રન બનાવ્યા હતા. ૬ ફોર અને ૩ સિક્સર ફટકારી હતી. રહેમાનુલ્લા ગુરબાઝ અફઘાનિસ્તાન તરફથી ૈંઁન્માં અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ છે. ્૨૦ના ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો ગુરબાજે ૧૨૬ મેચમાં ૨૬ની એવરેજથી ૩૧૮૩ રન બનાવ્યા છે. એક સદી અને ૨૦ અડધી સદી ફટકારી છે. ૧૨૧ અણનમ શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે ૨૦૧ સિક્સર પણ ફટકારી છે. અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન ગુરબાઝે ટીમ માટે ૧૫ ર્ંડ્ઢૈં અને ૪૧ ્૨૦ ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે. રહેમાનુલ્લા ગુરબાઝે વનડેમાં ૪૨ની એવરેજથી ૫૮૨ રન બનાવ્યા છે. તેણે ૩ સદી અને ૨ અડધી સદી ફટકારી છે. ૧૨૭ રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. સ્ટ્રાઈક રેટ ૮૮ છે. રહેમાનુલ્લા ગુરબાઝે ્૨૦ ઈન્ટરનેશનલમાં ૨૫ની એવરેજથી ૧૦૧૯ રન બનાવ્યા છે. ૫ અડધી સદી ફટકારી છે. ૮૭ રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. સ્ટ્રાઈક રેટ ૧૩૪ છે. તેની એવરેજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૫૦ અને લિસ્ટ-છ ક્રિકેટમાં ૪૦ છે. દ્ભદ્ભઇના માલિક બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને તેને ખરીદ્યો છે.


