Gujarat

જૂનાગઢ  કૃષિ યુનિવર્સિટી, દ્વારા ગીર સાવજ મગફળી અને સોયાબીન        (સર્ટીફાઈડ/ટ્રુથફુલ) બિયારણના વેચાણની                 ઓનલાઈન નોંધણી તા.૧૫ થી ૨૪ એપ્રીલ સુધી થશે                                             

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૩ ઋતુમાં વાવેતર માટે મગફળીની GJG-22 અને GJG-૩2ના સર્ટીફાઈડ/ટુ્થફુલ  તથા સોયાબીનની GJS-૩ જાતના ટ્રુથફુલ  બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૨૪-૦૪-૨૦૨૩ સુધી કરવાની રહેશે. ખેડૂત મિત્રોએ બંને પાક માંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાત નું બિયારણ મળવાપાત્ર થશે.

જે ખેડૂતમિત્રોની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ  અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ (મેગાસીડ)ના સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નંબર-3) ખાતે લેવા આવવાનું રહેશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (3૦૦ કિ.ગ્રા. ડોડવા), અને સોયાબીનમાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે.

વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધીત માહિતી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in જોતા રહેવું. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ,  કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવો.

                              ૦૦૦૦૦૦૦૦૦૦૦                                સમાચાર સંખ્યા -૪૨૯

વાસ્મો દ્વારા ગોરવીયાળી ગામના માટે રૂ.૩૮.૨૨ લાખના વિકાસકામો મંજુર કરાયા

         જૂનાગઢ,તા.૧૧ જૂનાગઢ વાસ્મો દ્વારા ભેંસાણ તાલુકાના ગોરવીયાળી  ગામ માટે અંદાજીત રૂ.૩૮.૨૨ લાખના વિકાસકામો મંજુર કરાયા છે.

જેમાં આરસીસી સમ્પ ૧,૦૦,૦૦૦ લીટર ક્ષમતા, રાઈઝીંગ મેઈન પાઇપલાઇન પીવીસી,વિતરણ અને ગ્રેવિટી મેઇન પાઈપલાઈન, પંમ્પીંગ મશીનરી, પમ્પ હાઉસ,પાવર કનેકશન,નળ કનેકશન,ટી સીસ્ટમ જેવા કામો હાથ ધરવામાં આવશે. ગોરવીયાળી ગામના લોકોની વસ્તી ૯૯૬ છે ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ.૩૮.૨૨ લાખના વિકાસકામો મંજુર કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *