Gujarat

રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ, પોષક તત્વોના વ્યવસ્થાપન જેવા વિષયોનું વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે  

ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય ૭૫ ડીલરો માટે સર્ટીફિકેટ કોર્ષ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા.૧૧ એપ્રીલના  ત્રેવીસમી બેંચનો આરંભ કરાયો હતો.

        આ પ્રસંગે કુલપતિશ્રી, ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યુ હતુ કે, જમાના સાથે કદમ મિલાવવાનો આ સમય છે. અને સમય સાથે તાલ મિલાવે તેને જ તાલીમ કહેવાય.આજના યાંત્રિક યુગમાં તાલ મિલાવીને આગળ વધવાનું છે.તમારી પાસે જે જ્ઞાન છે. અને અમારા તજજ્ઞો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે.તેનાથી ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવે તેવા પ્રત્યનો હોવા જોઈએ.

કૃષિ યુનિવસિટી દ્વારા ખાતરની ભલામણ કરવામાં આવે છે.તેમાં પ્રથમ ૧૦ ટન સેન્દ્રીય ખાતર ૧ હેકટરે નાખવાની ભલામણ હોય છે. તે પછી જરાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાનો હોય છે.ખાલી રાસાયણિક ખાતર નાખવાથી જમીનનની ફળદ્રુપતા ઘટે છે.સાથે જમીન કડક પણ બને છે.જે પાયાના ખાતરો હોય છે.તે ખાતરો ખેડૂતો પાકના ઉગાવા બાદઉપયોગ કરતા હોય છે.જે ખોટી પદ્ધતિ છે. ખેડૂતોને સાચુ માર્ગદર્શનમ ળે તો ૧૦ ટકા ખાતરનો બચાવ થાય તો પણ સરકારની સબસીડી ઘણી બચી શકે.હાલ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટની ખાસ જરૂર છે.જે તમને આ કોર્ષ દ્વારા જાણવા મળશે.

આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરાએ જણાવ્યું કે,આપણા વડવાઓએ આપણનેજે ફળદ્રુપ જમીન વારસામાં મળી છે.તે જમીનહવે પછીની પેઢીને બંજર જમીન આપવાને બદલે ફળદ્રુપ જમીન આપવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે. અવાવરુ કુવા તેમજ બોરમાં શક્ય બને તો રીચાર્જ કરવાથી પાણીના તળ ઉચા આવી શકે. તેમજ તાલીમાર્થીઓને પોષક તત્વોના વ્યવસ્થાપન અંગેની જાણકારી તેમજ વાપરવાની વૈજ્ઞાનિક પધ્ધતિ, લીકવીડ ફર્ટીલાઇઝર, બાયો ફર્ટીલાઇઝર તેમજ નેનો ફર્ટીલાઇઝરની સમજણ અને તે મુજબ રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ જેવા વિષયોનું વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા સંકલન કરનાર ડો. એચ.સી. છોડવડીયા,તેમજડો.જી.આર.ગોહિલ, સાવન ભાભોર, નિકુંજ કાવરતેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

11-APRIL-2023-FERTILIZER-DELEAR-TRAINING-09.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *