Gujarat

    છોટાઉદેપુર જિલ્લામાં આજે તાલુકા અને જિલ્લા કક્ષાની STEM ક્વિઝ યોજાઈ, ગુજકોસ્ટ અને ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં અને છોટાઉદેપુર ખાતેના ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ ,ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાતમાં સાયન્સ, ટેકનોલોજી,એન્જીનીયરીંગ અને મેથ્સ (STEM)ક્વિઝ સ્પર્ધા નું સમગ્ર રાજ્યમાં આયોજન કર્યું છે ,તારીખ 14 થી 16 એપ્રિલ દરમિયાન તાલુકા કક્ષાએ અને 26 થી 30 દરમિયાન રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાનાર છે,અને 11 મી મેં ના રોજ સાયન્સ સીટી ખાતે ગ્રાન્ડ ફીનાલે નું આયોજન કરવામાં આવ્યું છે ,અને આ ક્વિઝમાં રાજ્યભરમાંથી 5.45 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે,જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા તમામ તાલુકાઓમાં અને જિલ્લા કક્ષાની ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર ,છોટાઉદેપુર ખાતે યોજાઈ હતી,છોટાઉદેપુર જિલ્લામાં 15000 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ , જોકે મોટાભાગના વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ઘરે બેઠા ઓનલાઈન ક્વિઝમાં જોડાયા હતા, સાથે જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ન હોવાને લઇ કે અન્ય કારણોસર ઘરે બેઠા ન જોડાઈ શકે તેવા વિદ્યાર્થીઓ માટે ગુજકોસ્ટ અને ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તાલુકા મથકે અને જિલ્લા મથકે સુચારુ આયોજન કરી સુવિધા સભર કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા હતા,છોટાઉદેપુર ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે 50 જેટલા વિદ્યાર્થીઓ એ આ ક્વિઝ માં ભાગ લીધો હતો, અને આ ક્વિઝ થકી તેમને એક નવો અનુભવ પણ મળ્યો હતો, દરેક તાલુકા ના ટોચ ના 10 વિદ્યાર્થીઓ સાયન્સ સીટી ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે, સફળ થનાર વિદ્યાર્થીઓ માટે રૂપિયા બે કરોડના ઇનામો આપવાની સાથે દેશની ટોચની વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની પણ તક મળશે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *