Gujarat

સાવરકુંડલામાં મહાપ્રભુજીનો ૫૪૬ મો પ્રાગટ્ય મહોત્સવની  ધામધૂમથી અને ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં મહાપ્રભુજીની બેઠકજી ખાતે અખંડ ભુમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠના ગૃહાધીપતિ ની.લી. પૂ.પા. ગૌ.૧૦૮ શ્રી વૃજજીવન લાલજી મહારાજ શ્રી (દાદાજી) તથા પૂ.પા.ગૌ.૧૦૮ સોમયાજી દીક્ષિત અનંત શ્રી વિભૂષિત શ્રી દ્રારકેશલાલજી  મહારાજ શ્રી અને પૂ.પા.ગૌ.૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી (પૂ.રાજુબાવા શ્રી) તથા અનુગ્રહરાયજી મહોદય શ્રી ની આજ્ઞા અને આશીર્વાદથી  આજે તારીખ ૧૪-૪-૨૦૨૩ના રોજ શ્રી મહાપ્રભુજીનો ૫૪૬ મો પ્રાગટ્ય ઉત્સવ નિમિતે અલૌકીક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે પલના,  નંદ ઉત્સવ પલના,રાજભોગ તિલક આરતી,અને મહાપ્રસાદ સહીતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા અને શ્રી મહાપ્રભુજીના ૫૪૬ માં પ્રાગટ્ય દિન ઉત્સવને દિવસે વિઠ્ઠલેશ યુવક મંડળ,અને વિઠ્ઠલેશ મહિલા મંડળ સાવરકુંડલા દ્વારા  આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન કરાયું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ કેમ્પમાં ડો.ડી .જે.ખાચર, ડો.કે.બી.ગોંડલીયા, ડો.વી.એસ.ગૌસ્વામી, ડો.ડી.આર.ચૌહાણ
ડો.અંજુમ શેખ સહિતે સેવા આપી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે  વિજયભાઈ વસાણી,વિનુભાઈ રૂપારેલ,હસુભાઈ વડેરા, પિન્ટુ ભાઈ વડેરા, અરવિંદભાઈ ખીમાંણી, અનંતરાય ગઢિયા, વલ્લભભાઈ અખતરિયાવાળા,કાંતિભાઈ પાંચાણી, કનુભાઈ મિસ્ત્રી,રસિકભાઈ ચુડાસમા, અષ્ટકાંતભાઈ સૂચક,રાજુભાઇ શીંગળા, મુકુંદ ભાઈ ચંદારાણા,નરૂભાઈ વણઝારા,મુખ્યાજી સહિત ટ્રસ્ટીગણે ભારે જહેમત ઉઠાવી હતી તેમજ મહાપ્રભુજીના ૫૪૬ મો પ્રાગટય ઉત્સવને લઈ ને પાઠશાળાના બાળકો દ્વારા પોતાની કલા રજુ કરી અને ઉત્સવમાં ભાગ લીધો હતો..

IMG-20230416-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *