Gujarat

ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર પ્રદેશ, સૌરાષ્ટ્રની મહેમાનગતિ, આવકાર, આગતા-સ્વાગતા અને મહાદેવ ભગવાનની દિવ્યતા સહિતની બાબતો માટે લાગણીઓ અને ઉર્મિઓ વ્યક્ત કરી

સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ ભગિની – બંધુઓએ સૌરાષ્ટ્ર સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે મહાદેવ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે સૌરાષ્ટ્ર તમિલ ભગિની – બંધુઓએ સોમનાથ મંદિરના પટાંગણમાં આવેલા કપર્દિ વિનાયક મંદિરમાં સામૂહિક દર્શન કર્યા હતા. તેમના “જય સોમનાથ” અને  “હર હર મહાદેવ” સાથે શિવાલય ગૂંજી ઉઠ્યું હતું. સોમનાથ મહાદેવની આરતી સમયે શંખનાદઢોલ અને નગારા સાથે દિવ્ય અનુભૂતિ ભક્તોએ અનુભવી હતી. તમિલ ભગિની – બંધુઓએ પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ તેમની શ્રધ્ધા મુજબ રુદ્રાક્ષ માળાપવિત્ર જળભભૂતિ સહિતની વિવિધ વસ્તુઓ સોમનાથ મહાદેવને ભેટ ધરી હતી. તમિલ ભગિની શ્રી કે. એસ. નંદિનીએ શંખનાદ કરી તેમની શિવ પ્રત્યેની આસ્થા અનોખી રીતે અભિવ્યક્ત કરી અહોભાવ અનુભવ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિર પટાંગણ ખાતે ભક્તોએ તેમના મહાદેવ ભગવાન અને તેનીદિવ્યતાગુજરાત રાજ્યસૌરાષ્ટ્ર પ્રદેશસૌરાષ્ટ્રની મહેમાનગતિઆવકારઆગતા-સ્વાગતા સહિતની બાબતો માટે તેમની લાગણીઓ અને ઉર્મિઓ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *