સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમિલના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કુલ ૪૭ લોકોના ગૃપ દ્વારા તમિલ લોકગીત અને લોક સંગીત, પારંપારિક સંગીતની પ્રસ્તુતિ, તપ્પટ્ટમ્, સ્ટ્રીટ પપેટ (કઠપૂતળી) વગેરે પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા. જે અન્વયે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ વિશે વાત કરતાં તમિલ કલાકારોના ગૃપ લીડર અને સૌઝોન કલ્ચર સેન્ટરના પ્રોગ્રામ ઓફિસરશ્રી રાજકુમારે જણાવ્યુ હતુ કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેનો અમે એક હિસ્સો બની શક્યા તે અમારા માટે સૌભાગ્યની વાત છે. ગુજરાત સરકાર દ્વારા અમારા પરિવહનથી માંડીને રહેવા, જમવા સહિતની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે ખરેખર અદ્વિતીય છે. અમે અહીં સાંસ્કૃતિક કાર્યકમની પ્રસ્તુતિ સાથે વધુ આનંદ મેળવી શકીએ છીએ.
