Delhi

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરા બાદને સાત વિકેટે હરાવ્યું

નવીદિલ્હી
ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરા બાદને સાત વિકેટે કચડતાં જીતની લય પ્રાપ્ત કરી હતી. સીએસકેએ પહેલા બોલિંગમાં કમાલ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ૨૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપતાં સનરાઈઝર્સની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે ૧૩૪ સુધી સિમિત રહી હતી. ચેન્નાઈના ઓપનર ડેવોન કોન્વેની (૭૭*) ધમાકેદાર અણનમ ફિફ્ટી મદદથી સીએસકેએ આઠ બોલ બાકી રાખતાં ત્રણ વિકેટે ટારગેટ વટાવ્યો હતો. મોઈન અલીએ વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો અને તે છ બોલમાં તેટલા જ રન કરીને નોટ આઉટ રહ્યો હતો. ચેપોકમાં ચેન્નાઈનો આ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સળંગ ચોથો વિજય રહ્યો છે. ડેવોન કોન્વેએ ૫૨ બોલમાં ૭૭ રનની અણનમ ઈનિંગ રમી જેમાં ૧૨ ફોર અને એક સિક્સર ફટકારી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ૩૫ રન કરીને રન આઉટ થયો હતો. બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૮૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. પાવરપ્લેમાં ઝડપી રમત થકી ચેન્નાઈના ઓપનર્સે ટીમની અડધી સદી પૂરી કરી હતી. હૈદરાબાદના સાત લોલર પૈકી મયંક માર્કન્ડે વિકેટ ઝડપનાર એકમાત્ર બોલર રહ્યો હતો અને તેણે ૨૩ રનમાં બે વિકેટ મેળવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ પ્રશંસનીય દેખાવ કર્યો હતો અને ચાર ઓવરમાં ૨૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ડાબોડી સ્પિનરે અભિષેક શર્મા (૩૪), ત્રિપાઠી (૨૨) અને મયંક (૨)ને પેવેલિયન પરત મોકલ્યા હતા. સનરાઈઝર્સે નિયમિત અંજર વિકેટો ગુમાવતા તે વિશાળ સ્કોર ઉભો કરી શક્યું નહતું. સીએસકે તરફથી આકાશ, થીકશાના અને પથિરાનાએ એક-એક સફળતા મેળવી હતી.

Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *