Gujarat

જૂનાગઢમાં મૂકબધિર દિવ્યાંગજનો માટે તા.૨૭મી એપ્રિલે ખાસ રોજગાર ભરતી મેળો યોજાશે  

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન મૂકબધિર (Deaf & Dumb) દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વેલ્સપુન ઇન્ડિયા લી. અંજાર ખાતે મશીન ઓપરેટરની ૫૦ જેટલી ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો. ૮ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ, દિવાન ચોક ખાતે તા. ૨૭-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા રોજગાર અધિકારી શ્રી પ્રશાંત ત્રિવેદીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *