બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના હાસલપુર ગામે જાહેરમા જુગાર રમતા હોવાની પુર્વ બાતમી ના આધારે રેડ પાડતા 6 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતી . પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા,નિલેશભાઈ પરમાર,ગોવિંદભાઈ સાંબડ,રમજાનભાઇ કોંઢીયા,ગભરૂભાઈ સરૈયા,મનહરસિંહ પરમાર પેટ્રોલિંગ માં હતા તે સમયે રાણપુર તાલુકાના હાસલપુર ગામમા ખીમાભાઈ મેરૂભાઈ ભોજવીયાના ઘરની પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની પુર્વ બાતમી મળતા રાણપુર પોલીસે પુર્વ બાતમીના આધારે હાસલપુર ગામે બાતમી વાળી જગ્યાએ રેડ પાડતાં ખીમાભાઈ જોરૂભાઈ ભોજવીયાના ઘરપાસે ખુલ્લી જગ્યામા જાહેરમા જુગાર રમતા 6 જુગારી ને ઝડપી પાડ્યા હતા.જેમાં અમીતભાઇ મફાભાઇ ભોજવીયા, રમેશભાઇ મેરૂભાઇ ભોજવીયા, અશોકભાઇ મોહનભાઇ શેખલીયા, બટુકભાઇ ઠાકરશીભાઇ ભોજવીયા,રવિભાઈ પરષોતમભાઇ, જગદીશભાઇ પલજીભાઈ ભોજવીયા તમામ રહે . હાંસલપુર તા.રાણપુર જી.બોટાદ ને રોકડા રૂપિયા 10,060 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ તમામ વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમા જુગારધારા કલમ મુજબ ગુનો નોધાયો હતો….
