Gujarat

અમદાવાદમાં સંક્ષમ:૨૦૨૩ નો સમાપન સમારોહ યોજાયો.

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.  હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન
લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જનતામાં ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે
પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન)ના સહયોગમાં  ૨૪/૪/૨૦૨૩ થી ૮/૫/૨૦૨૩  સુધી "ઊર્જા સંરક્ષણ :
નેટ ઝીરો કી ઓર" ની થીમ પર રાષ્ટ્રવ્યાપી ‘સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) ૨૦૨૩ ની ઊજવણી કરવામાં  આવી છે. ઈન્ડિયન ઓઈલ
કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગેઇલ (ઈન્ડિયા) લિમિટેડ તેમજ
પીસીઆરએના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સંક્ષમ 2023 નો સમાપન કાર્યક્રમમાં તારીખ 08 મેં 2023 ના રોજ
ગુજરાત રાજ્ય સ્થિત ઇન્ડિયન ઓઇલ ઓફિસ , ઓઇલ ભવનમાં યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના મ્યુનિસિપલ
કમિશ્નર એમ. થેન્નારસ અને અતિથિ વિશેષ તરીકે આઈ.ઓસી.એલ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-
ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર એમ અન્ના દુરાઈ હાજર રહ્યા હતા.

એમ. થેન્નારસે આ કાર્યક્રમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા અને "ગ્રીન એનર્જી -ક્લીન એનર્જી તેમજ ઉર્જા સંરક્ષણ : નેટ ઝીરો કી
ઓર " ના સૂત્રને સાકાર કરવા માટે પવન ઉર્જા અને સોલાર ઉર્જા પાર આભાર મુક્યો હતો. વધુમાં આઈ.ઓસી.એલ.ના એક્ઝિક્યુટિવ
ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર એમ અન્ના દુરાઈએ આ પ્રસંગે મુખ્ય મહેમાન અને
આમંત્રિતોને આવકાર્યા હતાં. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના  વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને
પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે સંક્ષમ:૨૦૨૩ ની ઝુંબેશ દરમિયાન ત્રણ હજારથી પણ વધુ
પ્રવૃત્તિઓ  ગ્રીન એન્ડ ક્લીન ઊર્જાની જાગૃતિ માટે અને " ઊર્જા સંરક્ષણ : નેટ ઝીરો કી ઓર " ના સૂત્રને સાકાર કરવા માટે ગુજરાતભરમાં
કરવામાં આવી છે . આ ઉપરાંત સેમિનાર્સ, પેનલ ડિસ્કશન, ઈ- વ્હિકલ રેલી, સીએનજી રેલી, વોકેથોન અને સાયકલોથોન્સ જેવી
પ્રવૃત્તિઓની સાથે સાથે અન્ય વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ ઊર્જા સંરક્ષણનો સંદેશો
આપ્યો હતો.

IMG-20230509-WA0222.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *