લીલીયા તાલુકામાં પાછલા અઢી દાયકાના સમયથી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે એમાં પ્રથમ વાર આજે તાલુકાના ખારા ગામે વહેલી સવારના પાંચ કલાકે ખારા ઢાંગલા માર્ગ પર દેવીપુજકના ડંગા આવેલ છે જેમાં ભાવેશભાઈ રમેશભાઈ પરમાર પત્ની કાળીબેન અને તેમનો ચાર વર્ષનો પુત્ર અને પાંચ માસ નો પુત્ર ચારે વ્યક્તિ ખુલ્લા મેદાનમાં સુતા હતા વહેલી સવારના 5:00 વાગ્યાના સમયે ખારા ગામ બાજુથી આગળ આવેલ ખારા ઢાંગલા માર્ગ પર દેવીપુજક ના ડંગા આવેલ છે જેમાં બકરીનું માંરણ સિંહણે કરેલ ત્યાંથી દેવીપુજક સમાજના લોકો જાગી જતા સિંહણે બકરીનું માંરણ મૂકી નાસી છૂટી ત્યારે ભાવેશભાઈ નો પરિવાર ખુલ્લામાં સૂતો હતો ત્યાં આવી પહોંચી ભાવેશભાઈ ના પાંચ માસના બાળકને મોઢામાં લઈ ચાલતી પકડતા ભાવેશભાઈ સાથે સિંહણ નો પગ અથડાતા ભાવેશભાઈ જાગી જતા સિંહણ તેમના પાંચ માસના બાળકને મોઢામાં લઇ જતી હોવાનું નજરે પડતા ભાવેશભાઈ અને તેમના પત્ની કાલીબેન દેકારો કરતા પાસે ગંગામાં સૂતેલા લોકો દોડી આવી સિંહણ માં પીછો કરતા સિંહણે રોડ વટી આગળ સીમ વિસ્તારમાં બાળકને ફાડી ખાધો હતો માત્ર થોડો ખોપરી નો ભાગ વધ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક આર એફ ઓ ગલાણીને કરાતા સ્ટાફ સહિત પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો અને જરૂરી તમામ તૈયારી હાથ ધરી એ બાળકના વધેલ અવશેષોને લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આપેલ આ તકે સ્થાનિક પી એસ આઇ એસ આર ગોહિલ સહિત નો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચેલ હતો. મૃતક બાળકના પિતા ભાવેશભાઈ એ જણાવ્યું હતું કે વહેલી સવારના 5:00 વાગ્યે ખારા ગામ તરફથી સિંહણ ડંગા તરફ થી આવેલ અને હું અને મારી પત્ની અને બે બાળકો ખુલ્લા મેદાનમાં સુતા હતા ત્યારે મારા પાંચ માસના બાળકને સિંહણ મોઢામાં લઈ રોડ તરફ ચાલતી થતા મારા શરીરને સિંહણ નો પગ અથડાતા હું જાગી જતા સિંહણના મોઢામાંથી મારા બાળકને છોડવા પાછળ દોડેલ તે આગળ સરકારી પડતર જમીન માં બાળકને લઈ જતી રહેતા ત્યાં બાળકને ફાડી ખાધેલ આ ઘટના ની ફોરેસ્ટર વિભાગ ને જાણ કરાતા આર એફ ઓ ગલાણી દોડી આવેલ આર એફ ઓ ગલાણી એ જણાવ્યું હતું કે સિંહણે પાંચ માસના બાળકને ફાડી ખાધું તે દુઃખદ ઘટના કહી શકાય ઘટના બની તે અંગે વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


