Gujarat

છોટાઉદેપુર જીલ્લાના ૬ તાલુકામાં યુવકો માટે વ્યક્તિત્વ વિકાસની શિબિર યોજાશે.  

ગુજરાત રાજ્યના આદિજાતીના ૧૫ થી ૩૫ વર્ષના યુવક અને યુવતિઓને વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, પંચાયતી માળખાનો ખ્યાલ તેમજ યુવક અને યુવતિઓની શક્તિઓને રચનાત્મક માર્ગે લઈ જઈ શકાય તે માટે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ અને માર્ગદર્શન પુરુ પાડવાના હેતુથી તાલુકા કક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન સંભવિત આગામી ૨૨ મે ૨૦૨૩થી યોજાનારું છે. છોટાઉદેપુરના તમામ તાલુકા યોજાનાર હોય આ શિબિર માં ભાગ લેવા માંગતા યુવક- યુવતિઓ એ પોતાની અરજી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી એ તા.૨૧/૦૫/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન પહોંચાડવાની રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *