Gujarat

વિજાપુર સાબરમતી પુલ નજીક હિંમતનગર તરફના હાઇવે રોડ ઉપર આઈવા ની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત બે ને ઇજા

વિજાપુર મહાકાળી મંદિર થી હિંમતનગર તરફ જતા સાબરમતી પુલ પાસે ના વળાંક માં હિંમતનગર તરફ જઈ રહેલી આઈવા ટ્રક ની બ્રેક ફેલ થઇ જતા ટ્રક ના ડ્રાયવર કન્ડક્ટર બહાર કૂદી પડ્યા હતા અને ટ્રક બાજુના કોતર માં પડે તે પહેલાં સામેથી આવી રહેલા ટ્રેકટર ને અથડાઈ જતા ટ્રેકટર પણ ઉંધુ પડી ગયું હતું જેના કારણે ટ્રેકટર ના ચાલકને પગે ઇજા પોહચી હતી ઇજા ગ્રસ્તો ને સ્થાનીક રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે 108 મારફત લાવવામાં આવ્યા હતા જોકે અકસ્માત ના કારણે ટ્રેકટર કાર સાથે અથડાઈ પલ્ટી ખાઈ જતા હિંમતનગર તરફ વિજાપુર તરફ જતા રોડ ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો સ્થળ ઉપર પોલીસે પોહચી ને ટ્રાફિક હળવો કર્યો હતો જોકે ભયંકર દેખાતા અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહતી પોલીસે સ્થળ ઉપર પંચ નામુ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *