Gujarat

જેલમા ૭૩ બંદીવાન ભાઈઓના એચ.આઈ.વી., ટી.બી, હેપેટાઈટિસ બી અને સી અને સીફીલીસની  તપાસણી કરવામાં આવી  

ટીબી એચ.આઈ.વી.અધિકારીશ્રી અને જિલ્લા જેલ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા જેલમા Integrated Wellness camp યોજવામાં આવ્યો હતો.  જેમાં જિલ્લા જેલમા ૭૩ બંદીવાન ભાઈઓના એચ.આઈ.વી., ટી.બી, હેપેટાઈટિસ બી અને સી અને સીફીલીસ એમ પાંચ પ્રકારની તપાસ કરવામાં આવી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો (જેલ,મહિલા,ગૃહો વ્યસન મુક્તિ કેન્દ્રો અને બાળ સંરક્ષણ ગૃહો) માટે એક ખાસ ઝુંબેશ “Integrated Wellness camp” કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ એક નિશ્ચિત સમય મર્યાદામાં એચ.આઈ.વી., ટી.બી, હેપેટાઈટિસ બી અને સી અને સીફીલીસ વિષે જાગૃતતા સ્ક્રીનીંગ અને સારવાર કરવાનું છે.

આ કેમ્પ ૧૫ મેં ૨૦૨૩ થી ૧૪ જુન ૨૦૨૩ સુધીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  આ કેમ્પ ના સફળ આયોજન માટે ભારત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી, જેલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ટી.બી, વિભાગ, રાષ્ટ્રીય વાયરલ હેપેટાઈટિસ નિયંત્રણ કાર્યક્રમ ને સંકલનમાં રહી ખાસ ઝુંબેશ “Integrated Wellness camp” નું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં DISHA DAPUCU ટીમ,NTEP, સુભીક્ષા પ્રોજેક્ટ, સ્વેતના પ્રોજેક્ટ, જીવનદીપ (TI) સ્ટાફ કેમ્પમા હાજર રહી કેમ્પની કામગીરી કરવામાં આવી હતી.

health-department-camp-jail-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *