ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લા તેમજ ૮ મહાનગરપાલિકાઓમાં અલગ અલગ સ્થળો પર પ્રચાર પ્રસાર માટે એકાઉન્ટ ડાઉન ડીજઝીટલ ક્લોકનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. જેમાં જૂનાગઢ ખાતે જૂનાગઢ ના મેયર શ્રી, જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપ કેશોદના હોદ્દેદારો, રમત ગમત અધિકારી શ્રી જૂનાગઢ, તેમજ કૃષિ યુનિવર્સિટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોડીનેટર તેમજ યોગ કોચની ઉપસ્થિતિમાં કૃષિ યુનિવર્સિટી ગેટ નંબર બે ખાતે તેમજ કેશોદ કેવીએમ સ્કૂલ ખાતે એમ બે ડિજિટલ કાઉન્ટડાઉન કલોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમજ આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળો પર યોગ પ્રોટોકોલ શિબિર તેમજ રેલીનું આયોજન થનાર છે. તારીખ ૮/૬/૨૦૨૩ ના શ્રી કન્યા વિનય મંદિર સ્કૂલ કેશોદમાં સવારે ૬ થી ૭-૩૦ કલાકે યોગ પ્રોટોકોલ શિબિર તેમજ ૮ થી ૯ કલાકે યોગ જાગૃતિ રેલી નું આયોજન કરાશે. તા.૧૬/૬/૨૦૨૩ ના શ્રી કે.જી. ચૌહાણ સ્કૂલ ખાતે સવારે ૬- થી ૭-૩૦ યોગ પ્રોટોકોલ શિબિર તેમજ ૮ થી ૯ કલાકે યોગ જાગૃત રેલીનું આયોજન થનાર છે.એમ જૂનાગઢ જિલ્લા કોઓર્ડીનેટર શ્રી ચેતનાબેન ગજેરા અને જૂનાગઢ યોગ પ્રચારક શ્રી દિલીપસિંહ પરમાર એક યાદીમાં જણાવ્યું હતું


