Gujarat

પશુપાલકો માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પોર્ટલ પશુપાલન શાખા તરફથી પર અરજીઓ આમંત્રિત કરવામાં આવી.

વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન વિવિધ યોજનાઓ માટે i-khedut પોર્ટલ પર અરજી કરવા માટે તા.૧૫/૦૬/૨૩ સુધી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ જેવીકે પાવર ડ્રીવર ચાફ કટર ખરીદી પર સહાય, પશુઓના વિયાણ પર સહાય, અનુ. જનજાતિની મહિલાઓ તેમજ જનરલ લાભાર્થીઓ માટે બકરા એકમ સહાય, દુધાળા પશુઓના એકમ સ્થાપવા માટે ૧૨% વ્યાજ સહાય, ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ઘર કે ગોડાઉન માટે સહાય, દુધાળા પશુઓના દેરી ફાર્મ સ્થાપવા સહાય. આવી વિવિધ પ્રકારની પશુપાલકો માટે સહાયનો લાભ લેવા માટે ikhedut પોર્ટલ પર અરજી કરી જરૂરી આધાર પુરાવા સંબંધિત પશુદાવાખાના ખાતે વહેલી તકે જમા કરાવી યોજનાનો લાભ લેવા સુચન કરવામાં આવેલ છે. આવી એક યાદી નાયબ પશુપાલન નિયામક, જીલ્લા પંચાયત છોટાઉદેપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *