Gujarat

લોકસભા પહેલા કોંગ્રેસને મોટો ફટકો, ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા નેતાએ કેસરિયો ધારણ કરવા જઈ રહયા છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેસરપુરા ગામના વતની એવા ધીરુભાઈ ભીલે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો મન બનાવી લીધો છે. ધીરુભાઈ ભીલ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગત ચૂંટણી માં પણ તેઓ સંખેડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હતા. આવનારી 18 તારીખે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે ખેસ ધારણ કરશે. ધીરુભાઈ ભીલની સાથે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં ટેકેદારો પણ ભાજપમાં જોડાશે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ભાજપમાં જોડાવા અંગેના નિર્ણય અંગે ધીરૂભાઇએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમના ગામમાં આદિવાસી બાળકો માટે અદ્યતન શાળા બની તેમજ લોકોના કામ થાય , તાલુકાનો વિકાસ થાય , જિલ્લાનો વિકાસ થાય તેના માટે તેઓ ભાજપમાં જોડાય છે. વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ સાથે કોઈ વિખવાદ કે મન દુઃખ નથી તેમજ કોઈપણ લોભ લાલચ વિના નિસ્વાર્થ પને ભાજપમાં જોડાવાના છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230516_164816.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *