www.navodaya.gov.in. વેબસાઈટ પર ઓનલાઈન આવેદન કરી શકાશે
**
પ્રવેશ પત્ર ભરવાની અંતિમ તારીખ ૩૧-૦૫-૨૦૨૩ છે
**
જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ, ખેડા દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૧૧ (અગિયારમાં) ભણતા વિધાર્થીઓ તરફથી ઓનલાઈન આવેદન પત્ર મંગાવવામાં આવે છે. હાલ ધોરણ -૧૦ પાસ ખેડા જીલ્લાની સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાં વિધાર્થી ભણતો હોવો જોઈએ. તેની જન્મ તારીખ ૦૧-૦૬-૨૦૦૬ થી ૩૧-૦૭-૨૦૦૮ ની વચ્ચે હોવી જોઈએ.
જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ – ૧૧ માં પ્રવેશ લેતા સમયે ઉમેદવારે ધોરણ ૧૦ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. પ્રવેશ પત્ર ભરવાની અંતિમ તારીખ ૩૧-૦૫-૨૦૨૩ છે. ઓનલાઈન અરજી www.navodaya.gov.in. વેબસાઈટ પરથી ભરી શકાય છે. પ્રવેશ પરીક્ષા તારીખ ૨૨-૦૭-૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 02691-243477 આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ, ખેડાનો સંપર્ક કરવો.
