અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હસ્તકની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેન્દ્ર
પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક અને પ્રિ- મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ કેન્દ્ર સરકારશ્રીની અદ્યતન માર્ગદર્શિકા હેઠળ
વિદ્યાર્થીઓના આધાર નંબર બેન્ક ખાતા સાથે લિંક કરવા માટે તથા 'Aadhar DBT Enable' કરવાની કાર્યવાહી હાથ
ધરવાની છે.
તાજેતરમાં, જિલ્લા કલેકટર શ્રી બી. એ. શાહની અધ્યક્ષતામાં લીડ બેન્કના અધિકારીશ્રીઓ અને શિક્ષણખાતાના
અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં, કલેકટરશ્રીની સૂચના અનુસાર, દરેક શાળાએ આ કામગીરીમાં બાકાત
રહેલા વિધાર્થીઓના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને આધાર- પુરાવામાં વિદ્યાર્થીઓની સહી કરાવી લેવી.
તેમજ જે- તે લગત બેંક જરૂરી ફોર્મ સહિત આ તમામ વિદ્યાર્થીઓની દરખાસ્ત ફાઈલ લઈને શાળાના જે- તે
જવાબદાર કર્મચારીએ લગત બેન્કનો સંપર્ક કરીને તમામ બાકાત રહેલા વિદ્યાર્થીઓના આધારકાર્ડ બેન્ક સાથે લિંક
કરવાની કામગીરી આગામી તા. 30 મે સુધીની સુનિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરાવવાની રહેશે. તેમજ દરેક બેન્કને
આ કામગીરી સુનિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચના અપાયેલી છે.
જો આ અંગે કોઈપણ સમસ્યા સર્જાય, તો લીડ બેન્કના અધિકારી શ્રી દીક્ષિત ભટ્ટ (મોબાઈલ નં. 7600035218)
નો સંપર્ક સાધી શકાશે. તેમજ જરૂર જણાયે શાળાના જે- તે જવાબદાર કર્મચારીને વિદ્યાર્થી સાથે બેંકમાં મદદ અર્થે
મોકલવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
