છોટાઉદેપુર શહેરમાં આવેલ ઇકબાલ હાઇસ્કૂલ છોટાઉદેપુર શાળાનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એસએસસી બોર્ડનું પરિણામ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં માર્ચ ૨૦૨૨ માં ૩૬ ટકા આવ્યું હતું અને તાજેતરના માર્ચ ૨૦૨૩ માં ૪૨.૦૭ ટકા આવ્યું હતું એટલે ગત વર્ષની સળખામણી માં આવતા શાળા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી શાળામાંથી કુલ ૧૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ૬૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને ૯૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. હાલ બોર્ડનું પરિણામ ૬૪.૬૨ ટકા છે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ૬૧.૪૪ છે અને હાઇસ્કૂલનું ૪૨.૦૭ ટકા છે. આ વખતે આ પ્રથમ દ્વીતીય અને તૃતીય ક્રમાંક ત્રણેય ક્રમાંક છોકરીઓએ પ્રાપ્ત કરતાં છોકરાઓ કરતાં છોકરા કરતાં વધુ સારો દેખાવ કરતાં શાળા પરિવારે તમામ ને શુભેચ્છા પાઠવી હતી.
શાળામાંથી પ્રથમ ક્રમાંક પટેલ નૌશીનબાનું આસીફઇકબાલે મેળવ્યો હતો જેને ૪૯૩/૬૦૦ ગુણ મેળવ્યા હતા જેના ૮૨.૧૬ ટકા અને પર્સન્ટાઇલ રેન્ક ૯૪.૬૭ ટકા મેળવ્યા હતા .
બીજા ક્રમાંકે પઠાણ આફ્રીયાબાનું ફરહાદખાને ૪૫૬/૬૦૦ ગુણ અને રેન્ક ૮૮.૮૦ મેળવ્યા હતા અને તૃતીય ક્રમાંક ઘાંચીભાઈ ઈશરતબાનું ઇદ્રીસ જેને ૪૫૪/૬૦૦ ગુણ ૭૫.૬૬ ટકા અને ૮૮.૪૨ પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો હતો આ તમામ ને શાળા પરિવાર અને શાળા સંચાલક મંડળે શુભેચ્છા પાઠવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


