Gujarat

કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે કુશળ કાઉન્સિલિંગ દ્વારા મહિલા ને આપઘાત કરવાના વિચારો થી મુક્ત કરી સુઃખદ સમાધાન કર્યું

માંગરોળ તાલુકાના પરીવારના ઝઘડો આપઘાત સુધી પહોંચી જતાં નંણદે ભાભીને આપઘાત ના પ્રયાસ અટકાવવા તુરંત ૧૮૧ ફોન કરીને મદદ માંગી ને જણાવ્યું કે અમારા ભાઈ ભાભી વચ્ચે ઝઘડો થતા ભાભી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી છે.

 ત્યારે કેશોદ ૧૮૧ ટીમ ગંભીરતા દાખવી તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ પર મહિલા ને પ્રોત્સાહન આપી શાંતીથી પુછપરછ કરતા મહિલા એ જણાવ્યું હતું કે તેમના પતિ નાની નાની ભૂલો શોધી વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોય અને મહિલા ને એક બાળકી ના ભવિષ્ય અંગે પણ વિચાર કર્યા વિના એ રોજ  ઝઘડો કરી મારકૂટ કરી હેરાન કરે છે.  મહિલા એમના પતિના માનસિક શારિરીક ત્રાસ થી કંટાળી આજ રોજ આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. જેથી મહિલાના નંણદે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી સ્થળ પર મહિલાના પતિ અને સાસુ કાઉન્સેલિંગ કરી આગેવાનો ની હાજરીમાં કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા.

 પતિ પત્નીના મતભેદ દૂર કરી અને બાળકો ના ભવિષ્ય અંગે સમજણ આપી હતી અને મહિલા ના પતિ ને મહિલા ને મદદરૂપ થવા સલાહ આપી હતી. હાલ મહિલા આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતા ન હોય તેથી  આમ કેશોદ ૧૮૧ અભયમ્ કાઉન્સેલર ડાય માવદીયા દ્વારા મહિલાનુ કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત ના વિચાર થી મુક્ત કરી હતી સુઃખદ સમાધાન કરી પ્રશંસનીય કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *