Gujarat

દાહોદના માતવા ગામે પરિણીતાનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

દાહોદ
ઘરકંકાસમાં વધુ એક પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદના ગરબાડા તાલુકાના માતવા ગામ ખાતે આ ઘટના બની છે. જ્યાં પરિણીતાનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પરિણીતાનો મૃતદેહ મળતા પિયર પક્ષના લોકો સાસરી પક્ષના લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. પિયર પક્ષનો આરોપ છે કે પરિણીતાની હત્યા કરી તેના મૃતદેહને લટકાવી દીધો છે. આ સાથે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનો અને પરિણીતાને ઘરમાંથી અનેકવાર કાઢી મુકી હોવાનો પણ પિયર પક્ષના લોકોનો આરોપ છે. મહત્વનુ છે કે પરિણીતાના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા છે જાેકે હાલ તેનો મૃતદેહ મળતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે. ઘટના સ્થળ પર પોલીસ પહોંચતા કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે પરિણીતાના મૃતદેહનું પેનલ પીએમ કરવા કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પરિણીતાના મૃત્યુને લઈ કેટલાક સવાલો ઊભા થાય છે. જેમાં પરિણીતાની હત્યા કે આત્મહત્યા ? તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જાેકે પરિણીતાના પરિવાર જનો સાસરીયાઓએ હત્યા કરી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *