રાજકોટ
રાજકોટમાં સીએનો અભ્યાસ કરતા ૨૫ વર્ષના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. શહેરના રૈયા રોડ પર આર્ય એવન્યુમાં પોતાના ઘરે વાંચતા વાંચતા યુવાનને હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હતું. પરિવારજનો સવારે ઉઠાડવા જતા યુવાનનું મોત થયાની જાણ થઇ હતી. ધેવત પંડ્યા સી.એના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. નોંધનીય છે કે રાજકોટ શહેરમાં છ મહિનામાં સાત જેટલા યુવાનોના મોત થયા હતા. રાજકોટમાં ૨૪ કલાકમાં જ બે યુવકોના હાર્ટ અટેકથી મોત થયું છે. સીએનો અભ્યાસ કરતા ૨૫ વર્ષના યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. જ્યારે વિરડા વાજડીના ૪૭ વર્ષના કોન્ટ્રાક્ટરનું હાર્ટ અટેકથી મૃત્યુ થયુ છે. ધેવત પંડ્યા સી.એના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તો આ તરફ વીરડા વાજડી ગામના કોન્ટ્રાક્ટર રમેશભાઈ મેણંદભાઈ હુંબલ પરિવારજનો સાથે ચારધામની યાત્રા કરવા નીકળ્યાં હતા.યાત્રા પૂરી કરી નાથદ્વારા દર્શન કરવા ગયા અને છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ થયું હતું. તેમના નિધનના સમાચાર મળતા વિરડાવાજળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શોકનો માહોલ છે. રાજકોટ શહેરમાં જ છ મહિનામાં સાત જેટલા યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે.
