તા. ૨૮/૦૫/૨૦૨૩, રવિવાર ના રોજ, કેસરીયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને છસ્જી ના સભ્ય શારદુલ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશન ના સભ્યો શરદભાઈ પટેલ, રાકેશભાઇ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, જાેલી અઘ્યારુ, ધ્રુમિત ઠક્કર, દીપેશભાઈ સથવારા, હાર્દિક સુખડીયા, જય દેસાઇ, નરેન્દ્રભાઇ શર્મા દ્વારા મણીનગર વિસ્તારમાં આવેલા આવકાર હોલ ના અમુલ કોર્નર પાસે નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે.
છેલ્લા ૭ વર્ષથી નિરંતર ઉનાળા ની આકરી ગરમીમાં રાહદારીઓ માટે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે અને આજ સુધી આ કાર્ય માટે કેસરીયા યુથ ફેડરેશન ના સભ્ય સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ જાેડે થી એક પણ પૈસો-રૂપિયા ની ભેટ કે દાન ની રાશી સ્વીકાર્યા વગર કેસરીયા યુથ ફેડરેશન દ્વારા આ નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.
કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃ શુલક છાશ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સ્વછતા નું ઓન ધ્યાન રાખવામાં આવે છે, યુઝ એન્ડ થ્રો ગ્લાસ ની અંદર અપાતી છાશ, રાહદારી દ્વારા ની સેવન કર્યા બાદ તેને રસ્તા ના ફેંકી મંડપ ની બે બાજુ મૂકેલા કચરા ના ડબા માં જ નાખવા તેમજ છાશ વિતરણ કાર્યક્રમ પતી ગયા બાદ તે સ્થળ ની સાફ સફાઈ પણ કરવામાં આવે છે.
કેસરીયા યુથ ફેડરેશન ની સ્થાપના ૨૦૦૩ માં થઈ હતી અને આ ફેડરેશન દ્વારા વર્ષોથી ઉનાળામાં રાહદારીઓ માટે નિ શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે અને બીજા ઘણા બધા લોક સેવા અને સમાજ ને પ્રેરણા આપે તેવું આયોજન કરવામાં આવે છે.


