Gujarat

IPLની ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમની બિગ સ્ક્રીન પર જે દેખાયું તેનાથી ઉભા થયા સવાલ

અમદાવાદ
રવિવારે ૨૮મી મેના રોજ અમદાવાદમાં વરસાદના કારણે ૈંઁન્ની ફાઈનલ મેચ રદ થયા બાદ તેને રિઝર્વ ડે પર યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પરંતુ હવે વરસાદની સંભાવનાને જાેતા કેટલાક ગણિત લગાવવામાં આવી રહ્યા છે. આ પહેલા મેદાન પર મૂકેલી મોટી સ્ક્રીન પર ચેન્નાઈ સુપર કિંગ્સને રનરઅપ દર્શાવી તેવાઈ હોય તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને લઈને ક્રિકેટ રસીકોના મગજમાં ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર ચેન્નાઈ સુપર કિંગ્સ ‘રનરઅપ’ હોવાનો મેસેજ સામે આવ્યા પછી હવે તેની તસવીરો વાયરલ થઈ રહી છે. જે જાેઈને લોકો સવાલ કરી રહ્યા છે કે, શું સ્ટેડિયમની ટેક ટીમ ટાઈમ મશીન લઈ આવી છે કે પછી કે અમને પલળેલી સીટની ધાર પર બેસાડવાની એક વિચિત્ર કળા હતી? એક શખ્સે ટિ્‌વટર પર લખ્યું છે કે આતો એવું થયું કે ફિલ્મના ટ્રેલરના બદલે અકસ્માતે ફિલ્મનો અંત અપલોડ કરી દેવામાં આવ્યો હોય. ઝ્રજીદ્ભના આ ફેન્સ આ વાયરલ થયેલી તસવીર જાેઈને ગુસ્સે પણ થઈ રહ્યા છે અને પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. મેચ શરુ થાય તે પહેલા આ પ્રકારનો સંદેશ સ્ક્રીન પર જાેઈને ફેન્સના મગજમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે જે બે ટીમો મેચના અંત ભાગમાં પહોંચવામાં સફળ થઈ છે તે બે ટીમો વચ્ચે જ ૈંઁન્ ૨૦૨૩ની શરુઆત થઈ હતી. આ સિવાય અમદાવાદના જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી જ મેચની શરુઆત થઈ હતી અને બન્ને ટીમો ફરી એકવાર ફાઈનલ મેચ રમવા માટે આજ મેદાન પર એક થઈ રહ્યા છે. જાેકે, રવિવારે ૨૮મી મેએ મેચ વરસાદના કારણે રમાઈ નહોતી અને આજે રિઝર્વ ડે પર મેચ શરુ થવાની છે જાેકે, આજે પણ વરસાદ વિલન બને તેવી સંભાવનાઓ છે. અમદાવાદમાં ૈંઁન્ની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર શિડ્યુલ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું છે કે, અમદાવાદમાં આજે સાંજે તથા રાતના સમયે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે. હળવાથી ભારે વરસાદ પડવાની સાથે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *