Gujarat

ખેડા જિલ્લામાં તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે
***
તાલુકા કક્ષાએ “તાલુકા સ્વાગત કાર્યક્રમ” તા.૨૧/૦૬/૨૦૨૩ને બુધવારના રોજ મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં જે તે મામલતદાર કચેરી, નડિયાદ(શહેર/ગ્રામ્ય)/ખેડા/કપડવંજ/મહેમદાવાદ/ઠાસરા/મહુધા/કઠલાલ/માતર/વસો/ગળતેશ્વરની કચેરીઓમાં ત્રણ નકલમાં સુવાચ્ય અક્ષરોમાં, એ/૪ કાગળ ઉપર કરવાની રહેશે.
અરજદારનો પોતાનો પ્રશ્ન હોવો જોઈએ. તેમજ ગ્રામ્ય કક્ષાએ સંબધિત કચેરી ખાતે રજૂઆત કરેલી હોવી જોઈએ અથવા પ્રશ્ન તાલુકા કક્ષાનો હોવો જોઈએ. બીજાનો પ્રશ્ન રજૂ કરી શકશે નહી. તેમજ એક જ વિષયની એક અરજી સ્વિકારવામાં આવશે. અરજદારે આધાર પુરાવા સહીત કરેલ અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે.
અરજીના મથાળે “તાલુકા સ્વાગત કાર્યક્રમ” લખવાનું રહેશે. તેમજ અરજીમાં પોતાનો મોબાઇલ નંબર ફરજિયાત પણે દર્શાવવાનો રહેશે. પોસ્ટ કાર્ડ કે આંતરદશિય પત્રો વિગેરે ઉપર કરેલ અરજી કરી શકશે નહી. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કોઈપણ અરજદાર એકથી વધુ પ્રશ્નો પુછી શકશે નહી તેમજ અગાઉ લેવાયેલ પ્રશ્નો પુનઃ મોકલી શકાશે નહી.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે (મનાઈ હુક્મ), અપીલો  માહિતી અધિકાર અધિનિંયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જનસંપર્ક અધિકારી શ્રી નડિયાદ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *