(સ્થાનિક ગ્રામજન દ્વારા યોગ્ય નિકાલ નહિ થાય તો આંદોલનની ચીમકી)
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના કોંઢથી રામપરા ગામને જોડતા રોડને નિમાઁણ કામ ચાલુ છે તેવામાં વષોઁથી બિસ્માર પડેલા રોડની સ્થાનિકો દ્વારા વારંવાર રજુવાત કયાઁ બાદ અંતે રોડના નિમાઁણ કામ હાથ ધરાયુ છે પરંતુ આ ડામર રોડ બનાવવાની સાથે અહિ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચારની આચરવામાં આવતો હોવાની ફરીયાદ સ્થાનિકો દ્વારા ઉઠવા પામી છે જેમા સરકારી ધારા ધોરણ મુજબ કામ નહિ કરતા રોડના નિમાઁણ કાયઁ મા લોટ,પાણી અને લાકડા જેવુ કામ કરી રાત્રીના સમયે પણ કામ ચાલુ રાખવામા આવતુ હોવાનુ સ્થાનિક ગ્રામજન તથા સામાજીક કાયઁકરો શક્તિસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યુ છે વધુમા તેઓ આ રોડના કામ બાબતે અનેક વખત અધિકારીઓને રજુવાત કરેલ છે પરંતુ કોન્ટ્રાક્ટરોના સાથે અધિકારીઓની મિલીભગતથી રજુવાતનો ધ્યાને લેવાતી નથી અને આ રોડમા ભ્રષ્ટાચારથી આવતા થોડા જ દિવસોમાં ફરી રોડની હાલત પહેલાની માફક થઇ જશે જેથી સ્થાનિક શક્તિસિંહ ઝાલા દ્વારા અધિકારીઓને રજુવાત કરતા આ મામલે યોગ્ય નિકાલ કરી તપાસ કરે અન્યથા આંદોલન કરવા સુધીની તૈયારી દશાઁવાઇ છે.
રિપોર્ટ : હિતેશ રાજપરા


