(લાયસન્સ અને ફાયર સેફ્ટી વગર જ સ્ટોલ ખોલી બેઠેલા વેપારીઓ દ્વારા તમામ નિયમોનો ઉલ્લાળીયો)
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરમા દિવાળી નજીક આવતાની સાથે જ શહેરમા ઠેર-ઠેર ફટાકડા વેચાણ કરતા સ્ટોલ ઉભા કરી દેવાયા છે જ્યારે ફટાકડા વેચાણ કરતા તમામ વેપારીઓ પાસે ન તો લાયસન્સ છે કે ન તો ફાયર સેફ્ટી જેના લીધે ક્યારેક ભરી બજારમા જો અનિચ્છનિય ઘટના ઘટે તો જવાબદાર કોણ ? તેવો પણ પ્રશ્ન ઉદભવ થાય છે તેવામાં એક તરફ સરકારી નિયમોનો ઉલ્લાળીયો કરી ફટાકડા વેચાણ કરાય છે ત્યારે બીજી તરફ તંત્ર પણ આ સમગ્ર મામલે મુક પ્રેક્ષક બની નિષ્ક્રીય બની બેઠુ છે તેવામાં નાના વેપારીઓને નિયમોના પાઠ ભણાવતુ સરકારી તંત્ર શહેરની મુખ્ય બજારમા ઠેર-ઠેર ખોલી બેઠેલા ફટાકડાના સ્ટોલ પર કાયદેસર કાયઁવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ : હિતેશ રાજપરા
