Gujarat

જુના વાંસિયાની મુવાડી ખાતે માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ નજીક આવેલ જુના વાંસિયાની મુવાડી, પુનાદરા ગામે શ્રી મહાકાળી માતાજી અને શ્રી હરસિદ્ધ ભવાની માતાજી મંદિરનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
સમસ્ત મુળી પરમાર સમાજ જુના  વાંસિયાની મુવાડી (પુનાદરા) અને જય માડી ગ્રુપ દ્વારા આયોજિત આ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એકવીસ ભાવિક ભક્તોએ યજ્ઞમાં પાટલે બેસી માતાજીની પુજા, અર્ચના અને આરાધના કરી હતી.
ભક્તિભાવ પૂર્વક યોજાયેલ આ કાર્યક્રમમાં યજ્ઞ પ્રારંભ, ધાન્યાધિવાસ, સાયન આરતી, શોભાયાત્રા, શ્રી ફળ હોમ, ફોટો પ્રાણ પ્રતિષ્ઠા, મહા આરતી અને મહા પ્રસાદના રૂડા અવસરે સમસ્ત ગ્રામજનો સહિત ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા.

IMG-20230608-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *