સરદાર શ્રી ના તમારાં નિતી નિયમો નો જાહેર મા ઉલાળીયો
કોન્ટ્રાક્ટર ની બેદરકારી થી નિદોર્ષ લોકો અકસ્માત ના ભોગ બને છે
જામકંડોરણા અને ધોરાજી વચ્ચે ચાલતા ખોદકામ ને લઇ ને આ અકસ્માત સર્જાયો હતો આ અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણા ધોરાજી વચ્ચે નંદન પાપડ ની બાજુ મા કોન્ટ્રાક્ટર દ્વારા વાયરીંગ નું કામ ચાલી રહ્યું છે અંદર ગ્રાઉન્ડ વાયરીંગ ના કામ માટે જુનાગઢ જામનગર ને હાઈવે રોડ ની મોરમ માટી ખોદી ને જેસીબી દ્વારા મસમોટા માટી રોડ પર જ મસમોટા ઢગલા કરવા મા આવ્યા હતા સરકાર ના નિયમ મુજબ રોડ પર ચાલતા કામ મા બેરીકેટ વાહન ધીમે ચલાવવું ના બેનરો ગતિ અવરોધ રેડિયમ ના પટ્ટી રાખવા નું ફરજિયાત છે પરંતુ થોડાક પૈસા ની લાલચ મા આ માટી ઢગલા પાસે અકસ્માત ના ભય સુચક એક પણ નિસાન કોન્ટ્રાક્ટ દ્વારા રાખવા મા આવ્યા નથી ગત રાત્રે ૧૧વાગ્યા ની આસપાસ સિફ્ટ કાર અને ફન્ટી વચ્ચે આ મોરમ માટી ના ઢગલા પર આવી ચડતાં કાર ચાલકે કાર પર થી કાબૂ ગુમાવ્યો હતો જે પાછળથી આવતી કાર ઠોકર મારી હતી આ અકસ્માતમાં બે પુરુષો તેમજ એક વૃદ્ધ માજી ને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક આ ઘાયલ થયેલા લોકોને જામકંડોરણા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કર્યા છે
આ અકસ્માત અંગે અમારા પ્રતિનિધિ કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોન વાતચીત જાણવા મળ્યું છે કે કાર ચાલકો ની *કદાચ* બેદરકારી આ અકસ્માત સર્જાયો હશે પરંતુ કોન્ટ્રાક્ટર આ રોડ પર ચાલતા ખોદકામ મા કોઈ નિતી નિયમો પાલન કરવા આવ્યું નથી રોડ સાઈડ પર ચાલતાખોદકામ દરમ્યાન બેરીકેટ , ભય સુચક નિસાનો , રેડિયમ ના પટ્ટા કે ગતીઅવરોધક રાખવા આવ્યા નથી રોડ ની સાઈડમાં થી મોરમ માટી ખોદી ને રોડ પર મસમોટા ઢગલા કરવા આવે તો અકસ્માત ન થાય તો બીજું શું થાય તેવી ચર્ચા જામકંડોરણા થઈ રહી છે
અહેવાલ અતુલ લશ્કરી
અહેવાલ.. અતુલ લશ્કરી જામકંડોરણા


