છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે મકાનમાં થોડા દિવસ અગાઉ આકસ્મિક આગ લાગી હતી આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો જેથી સરકાર દ્વારા તેજગઢ ગામે રહેતા દેસિંગભાઈ મોતીભાઈ રાઠવાને સરકારી સહાય પેટે 36,100 નો ચેક આપવામાં આવ્યો છે જે ચેક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આપવામાં આવ્યો હતો , જેમાં તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય ગુમાનભાઈ રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
