Delhi

મોનિકા ભદોરિયાએ દયાબેનને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો

નવીદિલ્હી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પાછલા ૧૫ વર્ષોથી દર્શકોને એન્ટરટેઇન કરી રહ્યો છે. તે ભારતમાં સૌથી લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે. તેના દરેક કેરેક્ટરને લોકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ આજકાલ આ શો ખોટા કારણોના લીધે ચર્ચામાં છે. ઘણા સ્ટાર્સ શોમાં કામ કરવાને લઇને નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જેનિફર મિસ્ત્રી બાદ મોનિકા ભદોરિયાએ શોના મેકર્સને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ વચ્ચે તેણે એક ઇન્ટરવ્યુમાં દિશા વાકાણી ઉર્ફે દયાબેનને લઇને પણ મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે મોનિકા ભદોરિયાને પૂછવામાં આવ્યું કે, શું અન્ય સ્ટાર્સની જેમ ્‌સ્ર્દ્ભંઝ્રના સેટ પર દિશા વાકાણી સાથે પણ ખોટો વ્યવહાર કરવામાં આવ્યો હતો, તો મોનિકાએ કહ્યું, ‘હું તેના પર કોમેન્ટ કરવા માંગતી નથી. તેણે કહ્યું કે પરંતુ કદાચ આવું હશે. જુઓ આવું હશે જ, તે શા માટે નથી આવી રહી, તેનું કારણ શું છે. કોઈ તમને સારું પે કરે છે અને કોઈ તમને બોલાવે છે અને તમે આવવા માંગતા નથી, તો આ કારણ હશે ને, બીજુ શું કારણ હોઇ શકે? આ જ ઇન્ટરવ્યુમાં, મોનિકાને પૂછવામાં આવ્યું હતું કે તેની સાથે થયેલી ગેરવર્તણૂક પાછળ કોણ હોઈ શકે છે, જેના માટે તેણે તરત જ જવાબ આપતાં પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણીને નામ આપ્યું હતું. એક્ટ્રેસનો દાવો છે કે રામાણી ખૂબ જ ખરાબ છે અને તેને નથી લાગતું કે અન્ય કોઈ પ્રોજેક્ટ હેડ હોઈ શકે જે વર્તનમાં આટલું ખરાબ હોય. મોનિકા કહે છે કે કલાકાર પણ ખોટા હોઈ શકે છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પણ ખોટી હોઈ શકે છે. એક્ટ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે સોહેલ એટલું ખરાબ વર્તન કરે છે કે ક્યારેક તે ઝઘડામાં પણ પરિણમે છે. મોનિકાએ નામ આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કહ્યું હતું કે રામાણી હજી પણ પ્રોકલાકારનું જેક્ટ હેડ છે જ્યારે કલાકાર પહેલેથી જ શો છોડી ચૂક્યો છે. આ ઈન્ટરવ્યુમાં મોનિકાએ કહ્યું કે આ તમામ ખોટા વ્યવહાર પાછળ સોહેલ રામાણીનો હાથ છે. તમને જણાવી દઈએ કે ફેન્સ લાંબા સમયથી શોમાં ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણીની રાહ જાેઈ રહ્યા છે. મેકર્સે ઘણા વાયદા કર્યા છે પરંતુ દિશા વાકાણી પરત ફરી શકી નથી. થોડા સમય પહેલા, મોનિકાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કોઈ પણ આ શોમાં પાછા આવવા માંગતું નથી’. થોડા સમય પહેલા જ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકા ભદૌરિયાએ પણ અસિત કુમાર મોદી પર કેટલાક ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. મોનિકાએ દાવો કર્યો હતો કે શોના સેટ પર તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *