Delhi

પોલેન્ડની મહિલા ટેનિસ ખેલાડી ઇંગા સ્વાઇટેકે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો

નવીદિલ્હી
વિશ્વની નંબર વન પોલેન્ડની મહિલા ટેનિસ ખેલાડી ઇંગા સ્વાઇટેકે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ કબજે કર્યો છે. તેણે ત્રીજી વખત આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જીતી છે. ઇંગા સ્વાઇટેકે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચેક રિપબ્લિકની બિનક્રમાંકિત કેરોલિના મુચોવાને ૬-૨, ૫-૭, ૬-૪થી હરાવ્યો હતો. ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં ઇગા સ્વાઇટેકની કુલ જીત ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. અગાઉ, તેણે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૨માં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો જ્યારે ૨૦૨૨માં તેણે યુએસ ઓપન જીત્યો હતો. ૨૨ વર્ષની ઇગાએ પહેલો સેટ ૬-૨થી શાનદાર રીતે જીત્યો હતો, જ્યારે કેરોલિના મુચોવાએ બીજા સેટમાં વાપસી કરી હતી અને સેટ ૭-૫થી જીતી લીધો હતો, જે દર્શાવે છે કે, તે આસાનીથી હાર માનીનાર નથી. નિર્ણાયક સેટ ખૂબ જ રોમાંચક હતો. બંને ખેલાડીઓ એકબીજાને ટક્કર આપતા જાેવા મળ્યા હતા. મુચોવા એક સમયે ત્રીજા સેટમાં આગળ ચાલી રહી હતી પરંતુ તે છેલ્લી ઘડી સુધી લય જાળવી શકી ન હતી અને સ્વાયટેકે પૂર્ણ અનુભવ સાથે ત્રીજાે અને અંતિમ સેટ ૬-૪થી જીતીને ટ્રોફી પર કબજાે કર્યો હતો. ઇગા એકપણ સેટ ગુમાવ્યા વિના ફાઇનલમાં પહોંચી હતી. હાલમાં તે સતત સારું પ્રદર્શન કરી રહી છે. ટાઇટલ જીત્યા બાદ તેણે પોતાનું નંબર વન રેન્કિંગ પણ જાળવી રાખ્યું છે. કેરોલિના મુચોવા પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. તેણે ફાઈનલ સુધીના પ્રવાસમાં ઘણા ક્રમાંકિત ખેલાડીઓને હરાવ્યા હતા. આ મેચ પહેલા સ્વાઇટેક અને મુચોવા એક વખત લડ્યા હતા જ્યાં મુચોવા જીતી હતી. ઇંગા સ્વાઇટેક અને કેરોલિના મુચોવા વચ્ચેની ફાઇનલ મેચ ૨ કલાક ૪૬ મિનિટ સુધી ચાલી હતી. ૨૨ વર્ષીય સ્વિટેક ૨૦૦૨માં સેરેના વિલિયમ્સ બાદ ૪ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનારી સૌથી યુવા ખેલાડી બની ગઈ છે. જસ્ટિન હેનિન પછી ઇંગા સ્વાઇટેક સતત બે વાર ફ્રેન્ચ ઓપન જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની છે. હેનિને ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭માં ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. અગાઉ પ્રાગ ઓપનમાં ઇગા અને મુચોવા વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારબાદ મુચોવાએ ઇગાને ૪-૬, ૬-૧, ૬-૪થી હરાવ્યો હતો. ઇંગાએ તે હારનો હિસાબ પણ પતાવ્યો.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *