વિષય :- ચિતલ તાબાના ટીંબા ગામે બનેલ રજત ધોળકિયા ખન કૈસનાં હત્યારાઓ ને તાત્કાલિક પકડવા અંગે.
સવિનય ઉપરોકત વિષયે આપશ્રીને જણાવવાનું કે, ચિતલ તાબાના ટીંબા ગામે બનેલ સ્વ.રજત ધોળકીયા ખન કેસનો ગુન્હો અમરેલી તાલુકા પોલિસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૨૪૦/૨૦૨૩, ઇ.પી.કો. કલમ-૩૦૨,૧૧૪, મુજબનો તા.૯/૫/૨૦૨૩ ના રોજ નોંધાયેલ છે. આ બનાવને આજે એક મહિનો વિતી ગયો હોવા છતાં પણ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની કોઈ ભાળ મળેલ નથી.મરણ પામનાર સ્વ.રજતભાઇ ભરતભાઇ ધોળકીયાના હાથ-પગ પર દોરી બાંધીને ટીંબા પાસેની પાણીની ખાણમાં ફેંકી દીધેલ હોય, આ અંગે તમામ સી.સી. ટીવી કેમેરાની તપાસ કરાવવી તેમજ આ બાબતે તમામ સાયોગીક તેમજ ફોરેન્સીક અને મેડીકલ તપાસનાં પુરાવાઓ મેળવીને જેમ બને તેમ વહેલીતકે આ ગુન્હાનો ભેદ ઉકેલાય અને સંડોવાયેલા તમામ હત્યારાઓને તાત્કાલીક પકડવામાં આવે એવી અમારી માંગણી છે.
આ અંગે વધુ સક્રિયતાથી તપાસ કરવામાં આવે અને આપની કક્ષાએથી સત્વરે વધ તપાસનાં ઘટના આદેશો કરવામાં આવે એ જ નમ્ર વિનંતી.
આપના સહકારની અપેક્ષા સહ, લી. ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના નીચે મુજબના આગેવાનો
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


