વિગતઃ- આ કામના કેદીને અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૫ IPC કલમ. ૩૨૬, ૩૪૧, ૧૧૪,૫૦૪ G.P.ACT ૧૩૫ વિ. ના કામે અમરેલી સેશન્સ કોર્ટ દ્રારા કેદીને સાત વર્ષની કેદ તથા દંડની સજા થતા મજકુર કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને નામદાર ગુજરાત હાઇકોર્ટ નાઓના હુકમ અન્વયે કેદીને વચગાળાનાં જામીન રજા પર દિન-૨૮ માટે મુકત કરવા હુકમ થતાં મજકુર કેદીને તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ મુકત કરવામાં આવેલ અને મજકુર કેદી તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ ફરાર થયેલ. જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો
મ્હે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ આગામી દિવસોમાં અષાઢીબીજ (રથયાત્રા)ના તહેવારની ઉજવણી થનાર હોય અને તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય ૨હે તેમજ જાહેર સુલેહ શાંતિ ભંગ ન થાય તે સારૂં રેન્જના જીલ્લાઓમાં પેરોલ ફર્લો રજા પરથી ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા પેરોલ ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ.એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા રાજકોટ જીલ્લા જેલમાથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને અમરેલી ચીતલ રોડ, માંચીયાળા બાયપાસ પાસેથી તા.૧૩/૦૬/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે પકડી પાડી બાકી રહેતી સજા ભોગવવા સારૂ રાજકોટ મધ્યસ્થ જેલને સોપવા તજવીજ કરેલ.
*પકડાયેલ ફરાર કેદી:- પાકા કેદી નં.૪૮૭૦૨ સલમાન જમાલભાઇ કુરેશી ઉવ-૨૬ રહે. સાવરકુંડલા પઠાણ ફળી જુના બસ સ્ટેન્ડ પાસે તા-સાવરકુંડલા જી-અમરેલી*
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી પો.સબ.ઇન્સ.શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. હિંમભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બૈરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ઘરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


