ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હીમકરસી નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ અનડીટેક્ટ ગુન્હાઓ સત્વરે ડીટેક્ટ કરવા તથા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી,ભંડારી નાઓના માર્ગદર્શન હેઠળ ગઇ તારીખ-૧૨/૦૬/૨૦૨૩ ના ક. ૧૬/૦૦ વાગ્યે બાબરા-ભાવનગર હાઇવે રોડ ગળકોટડી ગામ પાસે એસ્સાર પેટ્રોલ પંપ સામે શેખપીપરીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર બનેલ હોય અને તારીખ-૧૩/૦૬/૨૦૨૩ ના ૬૧૫:૧૫ વાગ્યે ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે બનાવ ની હકીકત એવી છે કે આ કામે ફરીયાદી તથા મરણજનાર ગુણવંતભાઇ નાથાભાઇ ભલાણી ઉ.વ.૫૮ રહે.કાનપર તા.જીદણ જી.રાજકોટ વાળા મરણજનારની હીરો હોન્ડા કંપનીની પેશન પ્રો મો.સા. નં. GJ 03 AK 4993 લઇને ગળકોટડી ગામથી કાનપર તા.જસદણ ખાતે જતા હોય અને ગળકોટડી ગામ પાસે એસ્સાર પેટ્રોલ પંપ સામે શેખપીપરીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા અજાણ્યા છોટા હાથી (કેરી) ચાલકે પોતાના હલાવાની છોટા હાથી (કેરી) પુરઝડપે બેફીકરાઇથી માનવજીંદગી જોખમાઇ તેરીતે ચલાવી ફરી.ના ફુવા ગુણવંતભાઇની મો.સા.નં. GJ 03 AK 4993 સાથે ભટકાવી દેતા આ કામે ફરી ને ડાબી આંખ ઉપર નેણના ભાગે ઇજા તથા ફ્રેક્ચર આવેલ હોય તેમજ ડાબા પગે પીંડી ના ભાગે ઇજા થયેલ હોય તેમજ કરી ના કુવા.ગુણવંતભાઇને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવી પોતાના હવાલાની છોટા હાથી (કેરી) ગાડી લઇ નાસી જઇ ગુન્હો કર્યા વી.બાબતે બાબરા પોલીસ સ્ટેશન એ. પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૦૮૨૩૦૩૦૪/૨૦૨૩ IPC કલમ ૩૦૪(૨),૨૭૯,૩૩૭. ૩૩૮ તથા MV ACT કલમ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબનો ગુન્હો અજાણ્યા છોટા હાથી (કેરી) વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો રજી થયેલ હોય જે સુચના અને માર્ગદર્શન અન્વયે બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તથા પો.સ.ઇ. ડી.બી.મજીઠીયા તથા હેડ કોન્સ. બી.પી.ડોડીયા તથા પો.કોન્સ, હર્ષદભાઇ ભરતભાઇ તથા પો.કોન્સ. તુષારભાઇ કિશોરભાઇ તથા પો.કોન્સ નટુભાઇ લાભુભાઇ તથા લોકરક્ષક રાજુભાઇ હકુભાઇ વિગેરે દ્વારા જુદીજુદી જગ્યાએ સી.સી.ટી.વી ફુટેઝ ના આધારે લાઠી વિસ્તારના આવા વર્ણનવાળા વાહન માલીકોની પુછપરછ કરી ગુન્હામા સંડોવાયેલ વાહન તથા આરોપીને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપી ની વિગત :-
(૧) ભરતભાઇ ભીમજીભાઇ બાહોપીયા ઉ.વ.૩૭ ધંધો ડ્રાઇવીંગ રહે.લાઠી ભગવતપરા તા.લાઠી જી.અમરેલી
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તથા પો.સ.ઇ. ડી.બી.મજીઠીયા તથા હેડ કોન્સ. બી.પી.ડોડીયા તથા પો.કોન્સ. હર્ષદભાઇ ભરતભાઇ તથા પો.કોન્સ તુષારભાઇ કિશોરભાઇ તથા પો.કોન્સ. નટુભાઇ લાભુભાઇ તથા લોકરક્ષક રાજુભાઇ હકુભાઇ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


