ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ખરીફ પાકો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ડાંગર (કોમન) માટે રુ.૨,૧૮૩ પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ એ) માટે રુ.૨,૨૦૩ પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઈબ્રીડ) માટે રુ.૩,૧૮૦ પ્રતિ ક્વિન્ટલ, જુવાર (માલદંડી) માટે રુ.૩,૨૨૫ પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રુ.૨,૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, રાગી માટે રુ.૩,૮૪૬ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રુ.૨,૦૯૦ પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે રુ.૭,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, મગ માટે રુ.૮,૫૫૮ પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે રુ.૬,૯૫૦ પ્રતિ ક્વિન્ટલ, મગફળી માટે રુ.૬,૩૭૭ પ્રતિ ક્વિન્ટલ, સુર્યમુખી બીજ માટે રુ.૬,૭૬૦ પ્રતિ ક્વિન્ટલ, સોયાબિન (પીળા) માટે રુ.૪,૬૦૦ પ્રતિ ક્વિન્ટલ, તલ માટે રુ.૮,૬૩૫ પ્રતિ ક્વિન્ટલ, રામતલ માટે રુ.૭,૭૩૪ પ્રતિ ક્વિન્ટલ, કપાસ (મધ્યમ તારી) માટે રુ.૬,૬૨૦ પ્રતિ ક્વિન્ટલ, કપાસ (લંબતારી) માટે રુ.૭,૦૨૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદ થતા ખરીફ પાકોમાં ખેડૂતોને જુદાં – જુદાં પાકોમાં ઉપર મુજબ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યા હોય જેથી લાગુ પડતા પાકોમાં ટેકાના ભાવે લાભ લેવા ખેડૂતોને
અનુરોધ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.
